Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Monsoon in Gujarat : મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માર્ગદર્શિકા જાહેર, નાગરિકોને કરાઈ ખાસ અપીલ

Monsoon in Gujarat : સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનાં પગલે ચોમાસામાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા (Malaria), ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વગેરેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનાથી બચવા આપણે સૌએ તકેદારી રાખવી જરૂરી છે. મેલેરિયા રોગ ચેપી માદા એનોફિલિસ મચ્છર...
monsoon in gujarat   મેલેરિયા  ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માર્ગદર્શિકા જાહેર  નાગરિકોને કરાઈ ખાસ અપીલ
Monsoon in Gujarat : સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનાં પગલે ચોમાસામાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા (Malaria), ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વગેરેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનાથી બચવા આપણે સૌએ તકેદારી રાખવી જરૂરી છે. મેલેરિયા રોગ ચેપી માદા એનોફિલિસ મચ્છર દ્વારા જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માદા એડિસ મચ્છરોનાં કરડવાથી થાય છે, જેથી આ રોગનાં (Disease) નિયંત્રણ માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે.

મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર

રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાં મચ્છરો ઘરમાં ન ફેલાય તે માટે ઘરમાં અને ઘરની આજુબાજુમાં પાણી સંગ્રહનાં પાત્રોને ખુલ્લા ના રાખવા, ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી જોઈએ. મેલેરિયા થયો હોય તેવા વ્યક્તિઓને પૂરેપૂરી સારવાર લેવી જરૂરી છે. વરસાદી સિઝન (Monsoon in Gujarat) દરમિયાન બોટલ, ટીન, ટાયર, અને નાળિયેરની કાછલી, ભંગારનો નાશ કરવો જોઈએ. ડેન્ગ્યુ (Dengue) અને ચિકનગુનિયાની કોઈ ખાસ કોઈ દવા ઉપલબ્ધ નથી, જેથી નાગરિકોને ડોક્ટરની સલાહ વિના દવા લેવી નહિ તેમાં પણ એસ્પિરિન જેવી દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.

પાણી સંગ્રહનાં પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખવા જોઈએ

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા (Chikungunya) રોગના નિયંત્રણ માટે નાગરિકોને તાવ હોય ત્યારે લોહીની તપાસ કરાવી જોઈએ. સાદો મેલેરિયા હોય તો 14 દિવસની અને ઝેરી મેલેરિયા હોય તો 3 દિવસની સંપૂર્ણ સારવાર નાગરિકોએ લેવી જોઈએ. મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રીમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં અને ઘરની આજુબાજુમાં પાણી સંગ્રહનાં પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખવા જોઈએ. નાગરિકોએ ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવી તેમ જ પાણીનાં નાના ખાડા ખાબોચિયા પૂરી દેવા જોઈએ. નાગરિકોએ ઘરનાં બારી-બારણા, ખાસ કરીને સવાર અને સાંજે બંધ રાખવા જોઈએ તેમ જ રાત્રે સૂતી વખતે જંતુનાશક કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાં દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ તેમ આરોગ્ય વિભાગની (Health Department) યાદીમાં વધુમાં જણાવાયુ છે.
Advertisement
Tags :
Advertisement

.