Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો, MP માં 13 જાનૈયાઓના મોત

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) થી ખરાબ સમાચાર (Bad News) સામે આવ્યા છે. મધ્યપ્રદેશના રાજગઢ (Madhya Pradesh's Rajgad) માં ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત (Horrific Road Accident) થયો હતો. ટ્રેક્ટર ટ્રોલી (Tractor Trolley) પલટી જતાં લગ્નના 13 મહેમાનોના મોત થયા...
ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો  mp માં 13 જાનૈયાઓના મોત

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) થી ખરાબ સમાચાર (Bad News) સામે આવ્યા છે. મધ્યપ્રદેશના રાજગઢ (Madhya Pradesh's Rajgad) માં ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત (Horrific Road Accident) થયો હતો. ટ્રેક્ટર ટ્રોલી (Tractor Trolley) પલટી જતાં લગ્નના 13 મહેમાનોના મોત થયા છે. 30થી વધુ લોકો ઘાયલ (Injured) થયા છે, જેમાંથી 4ને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં 4 બાળકો અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારી (District Administration Official) ને ટાંકીને, PTI એ અહેવાલ આપ્યો છે કે ગઈકાલે રાત્રે 8 વાગ્યે રાજગઢ (Rajgarh) ના પીપલોડી (Piplodi) માં લગ્નનો વરઘોડો નિકળ્યો દરમિયાન થયેલા અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત (15 People were Injured) થયા હતા. રાજસ્થાનના મોતીપુરાથી કુલમપુર તરફ લગ્નનો વરઘોડો જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

Advertisement

ટ્રેક્ટર પલટતાં 4 બાળકો સહિત 13 જાનૈયાના મોત

મધ્ય પ્રદેશના રાજગઢમાં લગ્નના વરઘોડાથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 13 લોકોના મોત થયા છે. કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તેને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો રાજસ્થાનના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, રાજગઢના પીપલોડીના સમયે રાજસ્થાનના છિપબ્રૌડ પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીપુરા ગામથી કુલમપુરા ગામ તરફ લગ્નનો વરઘોડો આવી રહ્યો હતો. દરમિયાન પીપલોડી જોઈન્ટ પાસે ટ્રેક્ટર ટ્રોલી કાબુ બહાર જઈને પલટી ગઈ હતી. આ દરમિયાન ટ્રેક્ટર ટ્રોલીમાં 15 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 13થી વધુ લોકોના મોત થયા છે. જેની પુષ્ટિ રાજગઢ SDM ગુલાબ સિંહ બઘેલે કરી છે. જણાવી દઇએ કે, લગ્નની ખુશી પળવારમાં શોકમાં ફેરવાઈ ગઈ હતી. રાહદારીઓએ બચાવ કામગીરી હાથ ધરીને ટ્રેક્ટર ટ્રોલીની નીચેથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને રાજગઢ જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ SP આદિત્ય મિશ્રા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોએ પણ અકસ્માતના તેમના પ્રત્યક્ષદર્શીનું વર્ણન કર્યું.

Advertisement

  • મધ્યપ્રદેશના રાજગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • ટ્રેક્ટર પલટતાં 4 બાળકો સહિત 13 જાનૈયાના મોત
  • રાજસ્થાનથી મધ્યપ્રદેશ ટ્રેક્ટરમાં જાન જઈ રહી હતી
  • અકસ્માતમાં 15 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અકસ્માતને લઈ દુઃખ વ્યક્ત કર્યું
  • મધ્યપ્રદેશના CM મોહન યાદવે પણ શોક વ્યક્ત કર્યો

ડ્રાઈવર નશામાં હતો, સંતુલન ગુમાવવાને કારણે ટ્રોલી પલટી

અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલા મમતાએ જણાવ્યું કે લગભગ રાતના 9 વાગ્યા હતા, ટ્રેક્ટર ટ્રોલીમાં 60 જેટલા લોકો સવાર હતા. ડ્રાઈવર નશામાં હતો. સંગીતનો અવાજ એકદમ જોરદાર હતો. દારૂના નશામાં તે ગીત પર ડાન્સ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. લગ્નના મહેમાનોએ તેને ટ્રેક્ટર કાળજીપૂર્વક ચલાવવા કહ્યું હતું, પરંતુ તે મજામાં હતો અને સંતુલન જાળવી શક્યા નથી. ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી ઉતરી પલટી ગઈ હતી. ટ્રોલી સંપૂર્ણપણે ઊંધી થઈ ગઈ હતી અને ચારેય પૈડાં ઉપરની તરફ હતા. લોકો નીચે ફસાયા હતા અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રોલીને સીધી કરવા માટે JCB બોલાવવી પડી હતી. કોઈને પગમાં તો કોઈને હાથ પર ઈજા થઈ હતી. મોટાભાગના લોકોનું માથું ફાટી ગયું છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે તેના પર લખ્યું હું એવા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

Advertisement

રાજસ્થાનથી લગ્નનો વરઘોડો આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, રાજગઢ જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટર દૂર પીપલોડી પાસે રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનથી એક ટ્રેક્ટર-ટ્રોલીમાં લગ્નનો વરઘોડો રાજગઢના એક ગામમાં આવી રહ્યો હતો, ત્યારે ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ થઈને પલટી ગઈ હતી. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રોલી નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. વહીવટી તંત્રને પણ જાણ કરી હતી. આ પછી પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેની મદદથી ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Akhnoor Bus Accident: જમ્મુ-કાશ્મીરમાં બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 18 લોકો ઘાયલ

આ પણ વાંચો - Train Accident : પંજાબના ફતેહગઢ સાહિબમાં ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 2 લોકો ઘાયલ Video

Tags :
Advertisement

.