Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર, આ દિવસે થશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના નેતૃત્વમાં દેશમાં સતત વિકાસ કાર્યો થઇ રહ્યા છે. ન માત્ર વિકાસ કાર્યો થઇ રહ્યા છે પણ તેની ઝડપમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યના ઐતિહાસિક અને...
pm મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર  આ દિવસે થશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના નેતૃત્વમાં દેશમાં સતત વિકાસ કાર્યો થઇ રહ્યા છે. ન માત્ર વિકાસ કાર્યો થઇ રહ્યા છે પણ તેની ઝડપમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના નેતૃત્વમાં, રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ (Important Projects) અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે, ઓખાથી બેટદ્વારકાને જોડતો ‘Signature Bridge’. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) છે. જે હવે બનીને તૈયાર થઇ ગયો છે.

Advertisement

PM મોદી કરશે ઉદ્ઘાટન

ઓખાથી બેટદ્વારકાને જોડતો ‘Signature Bridge’ જે PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે તે બનીને તૈયાર થઇ ગયો છે, ત્યારે આગામી 22 ફેબ્રુઆરીના રોજ જ્યારે વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે તેઓ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા Signature Bridge નું ઉદ્ઘાટન કરશે. મળતી માહિતી અનુસાર, વડાપ્રધોન મોદી (PM Modi) આગામી 25 ફેબ્રુઆરીના રોજ આ બ્રિજનું ઉદ્ઘાટન (Bridge Inaugurate) કરશે. અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે. જ્યા અત્યારે ઓખાથી બેટદ્વારકા જવા માટે ફેરીબોટની મદદ લેવી પડે છે, પરંતુ હવે 978 કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રીજ’ બની ગયો છે જેના કારણે ઓખાથી બેટદ્વારકા વચ્ચે સામાન્ય જનતા આસાનીથી અવર-જવર કરી શકશે.

Advertisement

2017માં ભૂમિપૂજન સમારોહ

ઓખાથી બેટદ્વારકા વચ્ચે આ સિગ્નેચર બ્રિજની લંબાઈ 2.5 કિલોમીટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના માટે દરિયાઇ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભાં કરવામાં આવ્યાં છે. આ બ્રિજ સ્થાનિક રહેવાસીઓ તેમજ પ્રતિષ્ઠિત દ્વારકાધીશ મંદિરની મુલાકાતે આવતા યાત્રિકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. જણાવી દઈએ કે, આ બ્રિજનું નિર્માણ કેન્દ્ર દ્વારા 2017માં ભૂમિપૂજન સમારોહ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજના નિર્માણનો હેતુ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા ભક્તો માટે સરળ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. બ્રિજના નિર્માણ પહેલા યાત્રાળુઓને બેટ,  દ્વારકા ખાતેના દ્વારકાધીશ મંદિર સુધી પહોંચવા માટે ફેરીબોટ પર નિર્ભર રહેવું પડતું હતું.

Advertisement

બાંધકામનો ખર્ચ 978 કરોડ રૂપિયા છે

2.5 કિલોમીટર લાંબા આ બ્રિજને બનાવવાનો ખર્ચ 978 કરોડ રૂપિયા છે. દ્વારકાનો આ સિગ્નેચર બ્રિજ અનોખી ડિઝાઇન ધરાવે છે. જેમાં ભગવદ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી શણગારેલી ફૂટપાથ બનાવવામાં આવી છે. તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ હોવાનો પણ ગૌરવ ધરાવે છે, જેમાં ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે, જે એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. સ્થાનિક સમુદાય અને યાત્રાળુઓ ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તે પવિત્ર બેટ દ્વારકાની સુલભતામાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે.

આ પણ વાંચો - EXAM: ધોરણ 12 સાયન્સ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ….

આ પણ વાંચો - હરણી બોટ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવી કોર્પોરેશને માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરી સંતોષ માન્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.