Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Airport : ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત ધરાશાયી

Delhi Airport : દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 (Delhi Airport) ની છત ધરાશાયી થઇ ગઈ છે. અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બેઠેલા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ...
delhi airport   ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1ની છત ધરાશાયી

Delhi Airport : દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 (Delhi Airport) ની છત ધરાશાયી થઇ ગઈ છે. અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બેઠેલા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વ્યક્તિ ફસાઈ ગયો હતો.

Advertisement

સવારે 5.30 વાગે બની ઘટના

માહિતી મળતાની સાથે જ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યું કામ શરુ કર્યું હતું.દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે, "સવારે લગભગ 5.30 વાગ્યે, અમને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર છત તૂટી પડવાની માહિતી મળી હતી. ત્રણ ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે."

ટર્મિનલની ભારે છત વાહનો પર પડી

આ અકસ્માતની તસવીરો પણ સામે આવી છે, જેમાં ટર્મિનલની ભારે છત વાહનો પર પડી છે. કારમાં બેઠેલા લોકો પણ તેનાથી કચડાઈ ગયા હતા. તેને ભારે મુશ્કેલીથી બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Advertisement

શુક્રવારે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો

શુક્રવારે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. નોઈડા, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એક કલાકથી વધુ સમય સુધી ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદે ગરમીમાંથી રાહત અપાવી હતી તો અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં સવારથી વાહનોના પૈડા થંભી ગયા હતા. તેજ પવનને કારણે અનેક વૃક્ષો તૂટ્યા હોવાની પણ માહિતી છે.

Advertisement

નોઈડામાં રસ્તાઓ પર પાણી ભરાયા

નોઈડા શહેરની વાત કરીએ તો ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સેક્ટર-95માં રોડ પર ભારે પાણી જમા થઈ ગયું હતું, જેના કારણે વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ હતી. સવારે સાડા છ વાગ્યાના સુમારે પાણીના કારણે અનેક વાહનો પણ તૂટી ગયા હતા. જ્યારે લોકો ઓફિસ માટે સોસાયટીમાંથી નીકળ્યા ત્યારે ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે 29 અને 30 જૂને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય 28 જૂને IMD એ પણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 34 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન 27 થી 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે નોઈડામાં 28 જૂન અને 2 જુલાઈ વચ્ચે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન પણ ફૂંકાશે. IMD અનુસાર, નોઈડામાં મહત્તમ તાપમાન 32 થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે અને આ સમગ્ર સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 25 થી 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો----- Bhiwani District: હરિયાણાના એક ગામમાં ચડ્ડા અને બોક્સર પહેરવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો કારણ…

Tags :
Advertisement

.