Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2 ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જાણો શું છે સમગ્ર બાબત

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ટર્મિનલ 2 ને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ મોકલનાર વિસ્ફોટને રોકવા માટે બિટકોઈનમાં દસ મિલિયન ડોલરની માંગ કરી રહ્યો છે. છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે ધમકી મળી હતી....
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2 ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી  જાણો શું છે સમગ્ર બાબત

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ટર્મિનલ 2 ને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ મોકલનાર વિસ્ફોટને રોકવા માટે બિટકોઈનમાં દસ મિલિયન ડોલરની માંગ કરી રહ્યો છે.

Advertisement

છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ સહાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. એરપોર્ટનું સંચાલન મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) દ્વારા થાય છે. એરપોર્ટને રાત્રે 11:06 વાગ્યે તેના ફીડબેક ઇનબોક્સમાં ધમકી મળી હતી.

ઈમેલ મોકલનારે વિસ્ફોટને રોકવા માટે 48 કલાકની અંદર બિટકોઇનમાં 1 મિલિયન ડોલરની માંગ કરી રહ્યો છે, તેને ઈમેલમાં કહ્યું કે , 'તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો US$10 મિલિયન આપવામાં નહીં આવે, તો એરપોર્ટના ટર્મિનલ 2 પર બોમ્બથી હુમલો કરવામાં આવશે. '

Advertisement

ધમકીભર્યો મેલ મળ્યા બાદ, MIAL ગ્રાહક સેવા વિભાગના અધિકારીઓએ અજાણ્યા મોકલનાર સામે ફરિયાદ નોંધાવી છે. તેની ઉપર કલમ 385 અને 505 (1)(b) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- Afghanistan : ભારતમાં અફઘાનિસ્તાનની એમ્બેસી કાયમ માટે બંધ, જાણો શું છે કારણ…

Advertisement

Tags :
Advertisement

.