Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આકાશમાં ઉપર તરફ જતું ચંદ્રયાન-3  કેવું લાગે છે ? જુઓ આ અદ્ભૂત વીડિયો...!

શુક્રવારે 14 જુલાઇએ શ્રીહરિકોટાથી ભારતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ  ચંદ્રયાન-3 (Chandrayaan-3 ) નું સફળ પ્રક્ષેપણ કરાયું છે. આકાશમાં ઉપર તરફ જઇ રહેલું ચંદ્રયાન કેવું લાગે છે ? આપની આ જીજ્ઞાસા અહીં સંતોષાઇ જશે. જુઓ આ વીડિયો... બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ...
06:07 PM Jul 15, 2023 IST | Vipul Pandya
શુક્રવારે 14 જુલાઇએ શ્રીહરિકોટાથી ભારતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ  ચંદ્રયાન-3 (Chandrayaan-3 ) નું સફળ પ્રક્ષેપણ કરાયું છે. આકાશમાં ઉપર તરફ જઇ રહેલું ચંદ્રયાન કેવું લાગે છે ? આપની આ જીજ્ઞાસા અહીં સંતોષાઇ જશે. જુઓ આ વીડિયો...
બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ થયું
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ થયું. ચંદ્રની સપાટી પર ઉતરવાનો ભારતીય વૈજ્ઞાનિકોનો આ બીજો પ્રયાસ છે. જો ભારત ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવામાં સફળ થાય છે, તો તે આ સફળતા હાંસલ કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બની જશે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ પણ બનશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી થોડે દૂર ક્રેશ થયું હતું.
મુસાફરે પોતાના કેમેરામાં આકાશમાં ઉપર તરફ જઇ રહેલા ચંદ્રયાનનો વીડિયો ઉતારી લીધો
દરમિયાન ચંદ્રયાન આકાશ તરફ જતું હતું ત્યારે તેનો ભવ્ય નજારો જોવા મળ્યો છે.  ચંદ્રયાન જ્યારે આકાશ તરફ જતું હતું બરાબર તે જ સમયે આકાશમાં ચેન્નઇથી ઢાકા તરફ ફ્લાઇટ જઇ રહી હતી અને તેણે વિમાનની વિન્ડોમાંથી આ દ્રષ્ય જોયું. મુસાફરે પોતાના કેમેરામાં આકાશમાં ઉપર તરફ જઇ રહેલા ચંદ્રયાનનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ચંદ્રયાન-3 પણ ક્રેશ લેન્ડિંગ માટે તૈયાર છે
ઉલ્લેખનિય છે કે આ વખતે ઈસરોના વૈજ્ઞાનિકોએ અગાઉના ક્રેશ લેન્ડિંગમાંથી બોધપાઠ લઈને તેમાં ઘણા ફેરફારો કર્યા છે. લેન્ડરમાં અનેક રીતે નવા સેન્સર લગાવવામાં આવ્યા છે. તેનું વજન પણ લગભગ 250 કિલો છે. લેન્ડરના પગ પહેલા કરતા વધુ મજબૂત છે. એટલા માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત ચંદ્રની સપાટી પર ત્રિરંગો ફરકાવવામાં ચોક્કસપણે સફળ થશે.
બાહુબલી રોકેટ ચંદ્રયાન-3ને ચંદ્ર પર લઈ જશે
અપગ્રેડેડ બાહુબલી રોકેટ એટલે કે લોન્ચ વ્હીકલ માર્ક-3 ચંદ્રયાન-3ને અવકાશમાં લઇ જઇ રહ્યું છે, પ્રક્ષેપણના માત્ર 17 મિનિટની અંદર, ચંદ્રયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું અને  જ્યાંથી તેણે પૃથ્વીની પરિક્રમા શરુ કરી છે અને ચંદ્ર તરફ પ્રયાણ કરશે. ત્યાંથી તેની પરીક્ષા શરૂ થશે. આ પછી, સૌથી મોટી પરીક્ષા 24 ઓગસ્ટની રાત્રે જ્યારે તે ચંદ્ર પર ઉતરશે ત્યારે થશે.ચંદ્રયાન-3 આજથી બરાબર 41 દિવસ પછી, 24 થી 25 ઓગસ્ટની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરશે, પહેલા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અને પછી ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે.
આ પણ વાંચો---ચંદ્રયાન-3 અત્યારે ક્યાં છે..? વાંચો આ રસપ્રદ અહેવાલ..!
Tags :
Chandrayaan-3ISROSocial Mediaviral video
Next Article