ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિપક્ષને મળશે નવો સાથી! BJD એ ભાજપનો શરૂ કર્યો વિરોધ

ગત ટર્મમાં સંસદમાં મોદી સરકાર (Modi Government) ને ટેકો આપનાર બીજુ જનતા દળ (BJD) આ વખતે કારમી હાર બાદ ભાજપ (BJP) થી નારાજ જણાય છે. BJDના વડા અને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે (BJD chief and former Odisha Chief Minister...
02:58 PM Jun 25, 2024 IST | Hardik Shah
BJD not support BJP

ગત ટર્મમાં સંસદમાં મોદી સરકાર (Modi Government) ને ટેકો આપનાર બીજુ જનતા દળ (BJD) આ વખતે કારમી હાર બાદ ભાજપ (BJP) થી નારાજ જણાય છે. BJDના વડા અને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે (BJD chief and former Odisha Chief Minister Naveen Patnaik) પોતાના સાંસદોને ગૃહમાં ભાજપનો વિરોધ કરવા કહ્યું છે. ઓડિશા વિધાનસભા અને લોકસભામાં હાર બાદ નવીન પટનાયકના બીજુ જનતા દળે કહ્યું છે કે તે વિપક્ષને સમર્થન આપશે.

BJD એ ભાજપનો વિરોધ કરવાનું શરૂ કર્યું

ઓડિશામાં વિધાનસભામાં કારમી હાર બાદ નવીન પટનાયકના બીજુ જનતા દળે ભાજપનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા બે કાર્યકાળ દરમિયાન BJD સંસદમાં ભાજપની સાથે હતી, જ્યારે પણ કોઇ બિલ પસાર કરવામાં આવતા ત્યારે અમે NDA ને સમર્થન કરતા હતા. પણ હવે સમીકરણ બદલાયા છે. સૂત્રોની માનીએ તો આ વખતે BJD વિપક્ષની સાથે ઉભા રહેવાનું વિચારી રહી છે. BJDના પ્રમુખ નવીન પટનાયકે સોમવારે તેમની પાર્ટીના નવ રાજ્યસભા સભ્યો સાથે બેઠક યોજી હતી અને તેમને 27 જૂનથી શરૂ થઈ રહેલા સંસદના ઉપલા ગૃહના આગામી સત્ર દરમિયાન "જીવંત અને મજબૂત" વિપક્ષની ભૂમિકા ભજવા માટે જણાવ્યું હતું. બેઠકમાં પટનાયકે સાંસદોને રાજ્યના હિત સાથે સંબંધિત મુદ્દાઓને યોગ્ય રીતે ઉઠાવવા પણ કહ્યું હતું. બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા, રાજ્યસભામાં પાર્ટીના નેતા સસ્મિત પાત્રાએ કહ્યું, "આ વખતે BJD સાંસદો માત્ર મુદ્દાઓ પર બોલવા સુધી મર્યાદિત રહેશે નહીં, જો કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર ઓડિશાના હિતોની અવગણના કરે છે તો તેઓ આંદોલન કરવા મક્કમ છે."

જરૂર સમયે BJD એ ભાજપની મદદ કરી

પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, BJD રાજ્યના વિકાસ માટે તમામ બાબતો કેન્દ્ર સરકાર સમક્ષ મુકશે. અનેક માંગણીઓ આજદિન સુધી પૂર્ણ કરવામાં આવી નથી. અમે સંસદમાં ઓડિશાના 4.5 કરોડ લોકોનો અવાજ બનીશું. જણાવી દઈએ કે છેલ્લા 10 વર્ષમાં BJDએ સરકારને ઘણી વખત બહારથી સમર્થન આપ્યું છે. ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજે એકવાર કહ્યું હતું કે નવીન પટનાયકને એક દિવસ ચોક્કસપણે ભાજપ છોડવાનો પસ્તાવો થશે. તાજેતરમાં BJDએ દિલ્હી સર્વિસ બિલને પસાર કરવા માટે ભાજપને ટેકો આપ્યો હતો. આ સિવાય BJD ત્રિપલ તલાક અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર પણ સરકારની સાથે ઉભી હતી. BJD હવે ઓડિશા માટે જે માંગણીઓ કરી રહી છે તેમાં રાજ્યને વિશેષ દરજ્જો, ગરીબો માટે શિક્ષણ અને મકાનો, હાઈવેનું નિર્માણ અને એઈમ્સ જેવી સંસ્થાઓનું નિર્માણ સામેલ છે. પાર્ટીએ MSPનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ ઉપરાંત રાજ્યના આદિવાસીઓની યાદીમાં 162 સમુદાયનો સમાવેશ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ભાજપને હવે સમર્થન નહીં મળે : નવીન પટનાયક

ઉલ્લેખનીય છે કે, આ વખતે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં BJD 147માંથી માત્ર 51 સીટો જીતી શકી હતી. તે પહેલા BJDએ 112 સીટો જીતી હતી. જ્યારે ભાજપે ઓડિશામાં 78 બેઠકો સાથે પોતાની સરકાર બનાવી છે. આ પહેલીવાર છે જ્યારે નવીન પટનાયકના નેતૃત્વમાં BJD ઓડિશામાં સરકાર બનાવી શકી નથી. 2019માં BJDના 12 લોકસભા સાંસદો હતા. હવે રાજ્યસભામાં તેના માત્ર 9 સાંસદો છે. 2026માં આ સંખ્યા અડધી થઈ જશે. BJD નેતા સસ્મિત પાત્રાએ કહ્યું કે નવીન પટનાયકે સ્પષ્ટ સૂચના આપી છે કે, રાજ્યની જનતાના હિતમાં લડાઈ લડવી જોઈએ. ભાજપને હવે સમર્થન નહીં મળે. માત્ર વિપક્ષને સમર્થન આપવામાં આવશે. જણાવી દઈએ કે BJD ચૂંટણીમાં INDIA ગઠબંધનના સમર્થનમાં પણ ન હતું. જ્યારે નીતિશ કુમાર INDIA ગઠબંધનનું સંકલન કરી રહ્યા હતા ત્યારે તેઓ નવીન પટનાયકને મળ્યા હતા. જોકે તેમણે કોઈ વચન આપ્યું ન હતું.

આ પણ વાંચો - સાંસદ ઊટ પર બેસી સંસદ ભવન માટે થયા રવાના, રસ્તામાં પોલીસે અટકાવ્યા અને પછી…

આ પણ વાંચો - અંતિમ ઘડીએ NDA-વિપક્ષ વચ્ચે સહમતિ તૂટી, હવે વિપક્ષ લોકસભા સ્પીકર માટે ઉમેદવાર ઉતારશે

Tags :
AIIMS Institutionsassembly electionsBiju Janata DalBJDBJPCentral governmentEducation and Housingelection resultsGujarat FirstHighways ConstructionINDIA alliancelegislative assemblyLok Sabha ElectionsModi governmentMSP IssueNaveen Patnaiknitish kumarodisha chief ministerOdisha's InterestsOpposition Supportparliamentary constituencyParty MeetingPolitical StrategyProtestRajya SabhaSpecial StatusTribal CommunitiesUpper House
Next Article