ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

હવામાન વિભાગે 5 દિવસ માટે આપી આ ગંભીર ચેતવણી, વાંચો તમારા જિલ્લામાં શું થશે...

બિપોરજોય વાવાઝોડું હવે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બન્યું છે ત્યારે વહિવટીતંત્ર પણ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના આગોતરા પગલાં લઇ રહ્યું છે. દરિયા કાંઠાના જીલ્લામાં રાજ્યના 9 મંત્રીઓ પહોંચી ગયા છે અને તંત્ર સાથે સંકલન કરીને કામગિરી કરી રહ્યા...
01:52 PM Jun 12, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
બિપોરજોય વાવાઝોડું હવે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બન્યું છે ત્યારે વહિવટીતંત્ર પણ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના આગોતરા પગલાં લઇ રહ્યું છે. દરિયા કાંઠાના જીલ્લામાં રાજ્યના 9 મંત્રીઓ પહોંચી ગયા છે અને તંત્ર સાથે સંકલન કરીને કામગિરી કરી રહ્યા છે.  સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે.પીએમ મોદીએ પણ રાજ્ય સરકાર સાથે બેઠક યોજીને કામગિરીની સમિક્ષા કરીને આદેશો આપ્યા છે.
બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યના ક્યા વિસ્તારમાં વાવાઝોડાની અસરના કારણે અતિ ભારેથી ભારે વરસાદ પડશે તે જાહેર કર્યું છે.
12 જૂનની ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે  12 જૂને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે
13 જૂનની ચેતવણી
13 જૂન  દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી અને રાજકોટ તથા જામનગર જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.
14 જૂનની ચેતવણી
14 તારીખે દ્વારકા, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ તથા કચ્છમાં ભારે વરસાદ
15 જૂનની ચેતવણી
15 જૂને કચ્છ, દ્વારકા, જામનગરમાં અત્યંત અતિ ભારે વરસાદ તથા પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તથા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ રહેશે
16 જૂનની ચેતવણી
16 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તથા કચ્છ અને મોરબી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો---બિપોરજોયની શરુ થઇ ગઇ અસર.! જાણો ક્યાં ક્યાં કેવી અસર…!
Tags :
BiporjoyBiporjoy CycloneCycloneMeteorological Department