Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

200 વર્ષથી રાજસ્થાનમાં યોજાતી એક અનોખી Ramlila

હાલ દેશભરમાં નવરાત્રિની ધૂમ વિવિધ શહેરોમાં રામલીલાનું પણ મંચન રાજસ્થાનના ઝુંઝનું જિલ્લામાં બિસાઉમાં યોજાતી રામલીલા અનોખી ઝુંઝુનુની મૌન રામલીલામાં કોઇ પણ પાત્ર સંવાદ બોલતા નથી Ramlila : હાલ દેશભરમાં નવરાત્રિની ધૂમ મચી રહી છે ત્યારે વિવિધ શહેરોમાં રામલીલા (Ramlila...
200 વર્ષથી રાજસ્થાનમાં યોજાતી એક અનોખી ramlila
Advertisement
  • હાલ દેશભરમાં નવરાત્રિની ધૂમ
  • વિવિધ શહેરોમાં રામલીલાનું પણ મંચન
  • રાજસ્થાનના ઝુંઝનું જિલ્લામાં બિસાઉમાં યોજાતી રામલીલા અનોખી
  • ઝુંઝુનુની મૌન રામલીલામાં કોઇ પણ પાત્ર સંવાદ બોલતા નથી

Ramlila : હાલ દેશભરમાં નવરાત્રિની ધૂમ મચી રહી છે ત્યારે વિવિધ શહેરોમાં રામલીલા (Ramlila )નું પણ મંચન થઇ રહ્યું છે. ભારતમાં રામલીલા આજથી નહીં પરંતુ સદીઓથી થતી આવી છે. કેટલીક જગ્યાએ રામલીલા વિજયા દશમી સુધી અને કેટલીક જગ્યાએ દિવાળી સુધી ચાલે છે. રામલીલા દરમિયાન, દેશના વિવિધ રાજ્યોમાં કલાકારો શ્રી રામ, લક્ષ્મણ અને રામાયણના વિવિધ પાત્રોને અપનાવે છે અને રામલીલાનું મંચન કરે છે.

Advertisement

બિસાઉમાં યોજાતી રામલીલા અનોખી

જો કે તમામ રામલીલાના કાર્યક્રમોમાં રાજસ્થાનના ઝુંઝનું જિલ્લામાં બિસાઉમાં યોજાતી રામલીલા અનોખી છે. અહીં રામલીલાના મંચન દરમિયાન એક પણ પાત્ર કોઈ સંવાદ બોલતું નથી. એટલે કે આ રામલીલા સાવ શાંત છે.

Advertisement

ઝુંઝુનુની મૌન રામલીલા

ઝુંઝુનુ એ રાજસ્થાનનું એક શહેર છે. આ જિલ્લાના બિસાઉમાં દર વર્ષે મૌન રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ રામલીલાની ખાસ વાત એ છે કે તેના સ્ટેજિંગ દરમિયાન એક પણ પાત્ર સંવાદ બોલતું નથી. તેના બદલે, તે હાવભાવ દ્વારા અભિનય કરીને લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડે છે. લગભગ 15 દિવસ સુધી ચાલનારી આ મૌન રામલીલાને જોવા માટે લોકો ભારતભરમાંથી આવે છે. કહેવાય છે કે અહીં આજથી નહીં પરંતુ લગભગ 200 વર્ષથી મૌન રામલીલા ચાલી રહી છે.

આ પણ વાંચો----Kuldevi : કોઈ દિલાસો નહીં-તત્કાળ નિવેડો

મૌન રામલીલા કેવી રીતે શરૂ થઈ?

અહેવાલ મુજબ લગભગ 200 વર્ષ પહેલા ઝુંઝુનુ જિલ્લાના બિસાઉમાં જમના નામની સાધ્વી રહેતી હતી. તેમણે એકવાર અહીંના એક ગામમાં કેટલાક બાળકોને ભેગા કર્યા અને તેમને રામલીલાનું મંચન કરાવવા બોલાવ્યા. જો કે, રામલીલાના મંચન દરમિયાન બાળકો વાતચીત કરી શક્યા નહોતા, ત્યારબાદ સાધ્વીએ તેમને ચુપચાપ મૌન રહી કામ કરવા કહ્યું.

સાધ્વીએ રામલીલાના તમામ પાત્રોના માસ્ક પોતાના હાથે બનાવ્યા હતા

કહેવાય છે કે ત્યાર પછી આ વિસ્તારમાં મૌન રામલીલા થવા લાગી. એવું કહેવાય છે કે જ્યારે અહીં પહેલીવાર મૌન રામલીલા યોજાઈ હતી ત્યારે સાધ્વીએ રામલીલાના તમામ પાત્રોના માસ્ક પોતાના હાથે બનાવ્યા હતા. આ સિવાય રામલીલાનો ડ્રેસ પણ પોતે જ તૈયાર કર્યો હતો. પહેલા આ રામલીલા ગામમાં થતી હતી, પરંતુ જ્યારે તેને જોવા લોકોની ભીડ વધવા લાગી ત્યારે ગામની બહાર રોડ કિનારે રામલીલા શરૂ કરવામાં આવી.

આ પણ વાંચો----Navratri-રામ .. રાવણ..અને નવરાત્રી..

Tags :
Advertisement

Trending News

.

×