Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan: પ્રાંતિજ એક્સપરીમેન્ટલ કોલેજમાં થયેલ ગેરરીતી મામલો, HNGUના રજીસ્ટ્રારને આપ્યું આવેદનપત્ર

પ્રાંતિજની એક્સપરીમેન્ટ કોલેજમાં થયેલી ગેરરીતી મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે HNGU હલ્લાબોલ કર્યો હતો. તેમજ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
patan  પ્રાંતિજ એક્સપરીમેન્ટલ કોલેજમાં થયેલ ગેરરીતી મામલો  hnguના રજીસ્ટ્રારને આપ્યું આવેદનપત્ર
Advertisement
  • પ્રાંતિજ એક્સપરીમેન્ટલ કોલેજમાં થયેલી ગેરરીતિનો મામલો
  • HNGUમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો હલ્લાબોલ
  • તમામ મુદ્દાઓને લઈને HNGUના રજીસ્ટ્રારને આપ્યું આવેદનપત્ર

સાબરકાંઠાના પ્રાંતિજની એક્સપીમેન્ટ કોલેજમાં એમએસસીના સેમ- 4 માં થયેલ ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કર્યો હતો. તેમજ પ્રાંતિજ કોલેજની સાથે સાથે HNGU સંલગ્ન અન્ય કોલેજમાં ચાલતી બીએડ, નર્સિંગ તેમજ અન્ય વિષયોની કોલેજોમાં ચાલતી સમસ્યાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમજ આ તમામ મુદ્દાઓને લઈ HNGU ના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ જો એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

અમે ઉગ્ર દેખાવ કરીશુંઃ યુવરાજસિંહ જાડેજા

Advertisement

આ બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજથી ત્રણ દિવસ પહેલા સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે જે ઘટના બહાર આવી હતી. એક્સપરીમેન્ટલ કોલેજની જે ઘટના સામે આવી હતી. તેને લઈ આજે ઈન્ચાર્જ વીસી સાથે આજે મુલાકાત કરી છે. તેમજ પરીક્ષા નિયામક સાથે આજે મુલાકાત કરી છે. અને તમામ જે આધાર પુરાવા મારી પાસે હતા. તે તમામ આધાર પુરાવા મે આપ્યા છે. તેમજ તેની સાથે સાથે અમારી પાસે જે અન્ય કોલેજની માહિતી જે વિદ્યાર્થીઓના માધ્યમથી મળી હતી. જે HNGU અંતર્ગત આવતી સંસ્થાઓ છે. સાત દિવસમાં આમાં નિરાકરણ નહી આવે તો અમે ઉગ્ર દેખાવ કરીશું.

Advertisement

આ પણ વાંચોઃ Vadodara: વધુ એક અકસ્માતનો બનાવ, કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા

3 સભ્યોની કમિટી બનાવવામાં આવીઃ રોહિત દેસાઈ (રજીસ્ટ્રાર)

આ બાબતે HNGU ના રજીસ્ટ્રાર રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે, યુવાનોની માંગણી હતી કે, પ્રાંતિજની એક્સપરીમેન્ટલ કોલેજમાં MSc - sem 4 માં ગેરરીતી મામલે HNGU તરફથી પ્રાંતિજ કોલેજમાં ગેરરીતિ મામલે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજ તેમજ સિનિયર જુનિયર અધ્યાપકોનાં તેમજ ઓબ્ઝર્વ રિપોર્ટ તેમજ યુનિવર્સિટીનાં સ્કોર્ડમાં ગયેલા અધ્યાપકોનાં રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. તેમજ HNGU તરફથી 2 દિવસમાં રિપોર્ટ તૈયાર કરી ને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Police : રાજ્યમાં 33 PSI ને PI તરીક બઢતી અપાઈ

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×