Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આંદોલનકારી યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ, બિનજામીન પાત્ર ગુન્હો નોંધાયો

સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં પોતાની વિધ્યાથી નેતા તરીકેની છાપ પ્રસ્થાપિત કરનાર યુવરાજસિંહ જાડેજા સહીત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં વિદ્યાસà
આંદોલનકારી યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ  બિનજામીન પાત્ર ગુન્હો નોંધાયો
સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં પોતાની વિધ્યાથી નેતા તરીકેની છાપ પ્રસ્થાપિત કરનાર યુવરાજસિંહ જાડેજા સહીત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. 
ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી છે. કાર્યક્રમની પરમીશન ન હોવાને બહારને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી.  આ દરમિયાન  પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 
યુવરાજસિંહે પોતાની કારમાં લગાવેલા કેમેરામાં જ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કેદ થયો છે. તમામ મોબાઈલ સહિત યુવરાજ ની વસ્તુઓ ફોરેન્સીક લેબમાં મોકલવામા આવશે. આજે સાંજે 5 કલાકે યુવરાજને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરશે. યુવરાજસિંહ જાડેજા પર લગાવવામાં આવેલ કલમ 332, 307એ બિન જામીન પાત્ર ગુન્હો છે.    
જાણો શું કહ્યું કોન્સ્ટેબલ વસાવાએ 
સચિવાલય ગેટ.ન.4 પર પ્રદર્શનકારી આવ્યા હતા. તેમને ડિટેન કરી અહીં લાવ્યા બાદ યુવરાજ સિંહ આવ્યા અને લોકોને ઉશ્કેરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. એમે રોકતા તેઓ ગાડીમાં બેસી ભાગવા જતા હતા. મેં રોકવાનો પ્રયત્ન કર્યો. મને આત્મવિશ્વાસ હતો કે તેઓ ઉભા રહેશે પણ તેઓ એ ગાડી મારી પર ચઢાવી દેતા હું ગાડીના બોનેટ પર ચઢી ગયો હતો.
શિક્ષણ મંત્રીએ કર્યો કટાક્ષ? 
જીતુ વાઘાણીએ કટાક્ષ  કરતા કહ્યું કે,  કોણ યુવરાજસિંહ ? કાયદો બધા માટે સમાન છે. જો કોઇ કાયદાને હાથમાં લે તો તેની સામે કડક કાર્યવાહી થશે. ભૂતકાળમાં બાવળા પકડીને સરકારી ભરતીઓ થતી હતી. જો કોઇ ભરતીમાં ગેરરિતી થઇ હશે તો કાર્યવાહી કરવાની તૈયારી છે. કોઇ વ્યક્તિ ખોટી રીતે પેપર ફૂટ્યાની વાત કરીને યુવાનોને ગુમરાહ કરે તે અયોગ્ય છે.
Advertisement
Tags :
Advertisement

.