Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : મહેસાણાનો એક એવો ઓવર બ્રિજ કે જે બન્યો ત્યારથી વિવાદમાં..!

Mehsana : મહેસાણા (Mehsana ) નો એક એવો ઓવર બ્રિજ કે જે બન્યો ત્યારથી વિવાદમાં છે. વર્ષ 2014 માં બ્રીજનું લોકાર્પણ થાય છે, વર્ષ 2017 માં બ્રિજ નું નામાભિધાન થાય છે અને ત્યાર બાદ દર વર્ષે ગાબડા પાડતા અને દર...
mehsana   મહેસાણાનો એક એવો ઓવર બ્રિજ કે જે બન્યો ત્યારથી વિવાદમાં

Mehsana : મહેસાણા (Mehsana ) નો એક એવો ઓવર બ્રિજ કે જે બન્યો ત્યારથી વિવાદમાં છે. વર્ષ 2014 માં બ્રીજનું લોકાર્પણ થાય છે, વર્ષ 2017 માં બ્રિજ નું નામાભિધાન થાય છે અને ત્યાર બાદ દર વર્ષે ગાબડા પાડતા અને દર વર્ષે રી સરફેસ કરી રિપેર કરતા બ્રિજ માં 14 ફેબ્રુઆરી 2024 ના રોજ એવું ગાબડું પડે છે કે, બ્રિજ જ બંધ કરવાનો વારો આવ્યો. અને હજુ સુધી બ્રિજ રીપેરીંગ નહિ થતા આજે લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Advertisement

દર વર્ષે ચોમાસાના વરસાદ બાદ રોડ પર ગાબડા પડે છે

મહેસાણાના રામોસણા થી વિસનગર લિંક રોડ પર બનેલો બ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં છે. બ્રિજ બન્યો છે શહેરનો ટ્રાફિક વિસનગર તરફ ડાયવર્ટ કરવા માટે. પરંતુ એ જ બ્રિજની કફોડી હાલતને કારણે બ્રિજ હોવા છતાં બ્રિજ બંધ કરવાની હાલત થઈ છે. મહેસાણાના ડૉ આંબેડકર ઓવર બ્રિજનું 2014માં લોકાર્પણ થયું હતું, 2017માં નામાભિધાન થયું હતું, અને ત્યાર બાદ દર વર્ષે ચોમાસાના વરસાદ બાદ રોડ પર ગાબડા પડી જતા સળિયા બહાર આવી જતા હતા અને દર વર્ષે રિપેર કરતા કરતા 2024 માં ગાબડું એવું તો પડ્યું કે ઉપરથી જુઓ તો બ્રિજ નીચે આર પાર દેખાય. જેને કારણે 14 ફેબ્રુઆરી 2024 થી બ્રિજ તાત્કાલિક બંધ કરાયો.

Advertisement

ટ્રાફિક થતા લોકો હેરાન

પાલનપુર થી મહેસાણા થઈ વિસનગર જતા ટ્રાફિક કે જે બ્રિજ મારફતે જતો હતો એ હવે શહેરમાંથી પસાર થાય છે અને સખત ટ્રાફિક થતા લોકો હેરાન થાય છે. જેને કારણે 14 ફેબ્રુઆરીથી બંધ બ્રિજ ક્યારે રિપેર થશે તેની વિગતો લેવા છેવટે મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ સ્થળ પર રૂબરૂ પહોંચી ગયા હતા. અને સ્થળ પર રૂબરૂ તપાસ કરી માહિતી મેળવી હતી.

Advertisement

એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી કરી નહિ

બ્રિજ બનાવ્યો લોકોની સગવડ માટે પણ બ્રિજ બન્યા બાદ જાણે લોકોની હેરાનગતિ વધી ગઈ છે. દર વર્ષે પાડતા ગાબડા થી કમરતોડ રોડ પર પસાર થતા વાહન ચાલકો પરેશાન થતા હતા. અને મોટું ગાબડું પડતાં કોઈ જાનહાની થાય એ પહેલા બ્રિજ બંધ કરી દેવાયો હતો. ત્રણ ત્રણ મહિનાથી સવારે અને સાંજે પીક અવર માં ભારે ટ્રાફિક મહેસાણામાં થી ડાયવર્ટ થાય છે. અને લોકો હેરાન થાય છે જેના માટે જવાબદાર બ્રિજ બનાવનાર એજન્સી અને આર એન્ડ બી ના અધિકારીઓ કે જેઓ એ ચકાસણી કરી નહિ કે એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી કરી નહિ. પણ છાવરવાની નીતિ છે કે હજુ સુધી નક્કર કાર્યવાહી ની જગ્યાએ બ્રિજ રિપેર કરી તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે. જો એકાદ વાર કાર્યવાહી થાય તો નવા બ્રિજ ગુણવત્તા વાળા બને એવું ઉદાહરણ સ્થાપિત એ જરૂરી છે.

આ પણ વાંચો----- VADODARA : સ્માર્ટ વિજ મીટરનો કકળાટ, કચેરીએ લોકોનો હલ્લાબોલ

આ પણ વાંચો----- Padminiba : પદ્મિની બાનો ઓડિયો મેસેજ, કહ્યું- PT મામા તમે હિમ્મત કરી, તમારી પર માન છે, પણ તમે..!

Tags :
Advertisement

.