Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખોખરા બ્રિજ પર પાંચ વર્ષમાં પડ્યા છ વાર ગાબડા, છેલ્લા પાંચ મહિનાથી ફરીવાર બ્રિજ બંધ

ખોખરા (Khokhra)થી (CTM)તરફ હાટકેશ્વર( Hatkeswar)ઓવરબ્રિજ છેલ્લા પાંચ મહિનાથી સતત બંધ હાલતમાં છે. પરિણામે વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. આસપાસ અન્ય વાહનોને ચાલવા માટે ખૂબ જ નાનો રસ્તો હોવાથી અને બ્રિજ બંધ હોવાથી ભારે હાલે કે લોકોને પડી રહી છે.ખોખરા બ્રિજની દયનીય  હાલત માત્ર 5 વર્ષ અગાઉ ડિસેમ્બર 2017માં બનેલ ખોખરા બ્રિજ ખખડી જતા હજારો વાહન ચાલકો, સ્થાનિકો ભારે હાલાકીમાંમાં મ
ખોખરા બ્રિજ પર પાંચ વર્ષમાં પડ્યા છ વાર ગાબડા  છેલ્લા પાંચ મહિનાથી ફરીવાર બ્રિજ બંધ
ખોખરા (Khokhra)થી (CTM)તરફ હાટકેશ્વર( Hatkeswar)ઓવરબ્રિજ છેલ્લા પાંચ મહિનાથી સતત બંધ હાલતમાં છે. પરિણામે વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. આસપાસ અન્ય વાહનોને ચાલવા માટે ખૂબ જ નાનો રસ્તો હોવાથી અને બ્રિજ બંધ હોવાથી ભારે હાલે કે લોકોને પડી રહી છે.

ખોખરા બ્રિજની દયનીય  હાલત 
માત્ર 5 વર્ષ અગાઉ ડિસેમ્બર 2017માં બનેલ ખોખરા બ્રિજ ખખડી જતા હજારો વાહન ચાલકો, સ્થાનિકો ભારે હાલાકીમાંમાં મુકાયા છે. મહત્વનું છે કે પાંચ વર્ષ અગાઉ 60 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ ખખડી જતા વારંવાર બ્રિજ પર ગાબડા પડતા છ વાર રીપેરીંગ માટે બંધ કરવો પડ્યો છે. ત્યારે એક વાર ફરી બ્રિજ બંધ હાલતમાં છે. અને તેનું સમારકામ પણ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ બ્રિજ ફરી ક્યારે શરૂ થશે તે હાલ લક્ષ પ્રશ્ન બનીને સામે આવ્યો છે ત્યારે બ્રિજમાં ભ્રષ્ટાચાર ને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજ બનાવનાર કંપનીને Amc અધિકારીઓ છાવરતા હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે. છેલ્લા પાંચ મહિનાથી ખોખરા હાટકેશ્વર ઓવરબ્રિજ સદંતર બંધ હાલતમાં છે ત્યારે હજુ આ બ્રિજ શરૂ થતા ઘણી વાર લાગશે તેવું એએમસીના સત્તાવાર સુત્રો જણાવી રહ્યા છે.

વિવિધ રોડ રસ્તાઓની હાલત કફોડી બની હતી
અગાઉ ચોમાસાની સિઝનમાં રાજ્યના વિવિધ રોડ રસ્તાઓની હાલત કફોડી બની હતી ત્યારે સરકારે  રાજ્યના વિવિધ રોડ રસ્તાઓના રીસરફેસ સમારકામ માટે 500 કરોડથી વધુ રકમ ફાળવી હતી.. ત્યારે અમદાવાદના પુર્વ વિસ્તારના બિસ્માર રોડ રસ્તા, બ્રિજનુ તાકીદે સમારકામ થાય અને વાહનો ત્યાંથી પૂર્વવત થાય તેવી લાગણી લોકોમાં ઉભી થઈ હતી. જોકે તેમાં પણ આ ઓર બીજ નું સમારકામ ન થતા લોકો ભારે હાડ મારી ભોગવી રહ્યા છે. હાટકેશ્વર બ્રીજ છેલ્લા પાંચ મહિના કરતા વધુ સમયથી બ્રીજ પર ગાબડા પડતા બંધ કરવામા આવ્યો છે 
 5 વર્ષ પહેલા બનેલા નવા બ્રીજ માં 5 થી 6 જેટલા મોટા ગાબડા
જે હજુ સુધી શરુ કરાયો નથી. 5 વર્ષ પહેલા બનેલા નવા બ્રીજ માં 5 થી 6 જેટલા મોટા ગાબડા પડતા તેને સમારકામ માટે બંધ કરાયો હતો અને હજુ શરૂ થઈ શક્યો નથી.તો લોકો નવા બ્રીજ ના થયેલા ભુંડા હાલ અને હવે સમારકામના નામે થતી ખાયકીને લઈને નિસાસા નાખી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે નવા બ્રીજમાં ગાબડા પડવા અધીકારીઓ ને મળતી મલાઈ નુ પરીણામ છે અને તેનુ માઠુ પરીણામ નિર્દોષ જન્તા ભોગવી રહી છે.. મળતી માહિતી મુજબ આ બ્રિજ બનાવનાર કંપનીને બ્લેકલિસ્ટ પણ રાજ્ય સરકારે કરેલી છે ત્યારે આ બ્રિજ નું સમારકામ હવે કોઈ નવી કંપની કરવા તૈયાર નથી. ત્યારે આ બ્રિજનું સમારકામ ક્યારે થશે અને લોકોની હાડ મારી ક્યારે દૂર થશે તે હાલ મોટો સવાલ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.