Ahmedabad: આંબલી વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક, જમીન દલાલનાં ઘરમાં ઘુસી કર્યો હુમલો
- સરખેજ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ
- જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે લીધા હતા રૂપિયા
- ધમકીઓથી કંટાળી આઠ મહિના પહેલા જમીન દલાલે ઘર છોડ્યું હતું
અમદાવાદ શહેરના આબંલી વિસ્તારમાં રહેતા જમીન દલાલે ધંધાકીય કામ માટે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વ્યાજખોર (Usury) પાસેથી 60 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. જેમાં મુડી અને વ્યાજ સહિત તમામ નાણાં ચુકવી દીધા હતા. તેમ છતાંય, વ્યાજખોર ભાર્ગવ દેસાઇ (Bhargav desai) અને તેના ભાઇએ નાણાંની માંગણી ચાલુ રાખીને ધમકી આપી હતી. જેથી જમીન દલાલ (Land broker) ને ડરીને ઘર છોડવાનો વારો આવ્યો હતો. રવિવારે જમીન દલાલ (Land broker) મકરબામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ઘરે પરિવારને મળવા આવ્યા ત્યારે ભાર્ગવ દેસાઇ (hargav desai) અને તેના ભાઇએ ગુંડાઓ સાથે આવીને જીવલેણ હુમલો કરીને જમીન દલાલ અને તેના મિત્રો તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. ૬૦ લાખ ઉપરાંતની રકમ સામે વ્યાજ સહિત રકમ ચુકવણી બાદ વ્યાજખોરોએ નાણાંની માંગણી કરતા ફરિયાદને ઘર છોડવાનો વારો આવ્યો છે. પોલીસે (Ahmedabad police) સમગ્ર કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ ફરાર છે.

અવાર નવાર ઘરે આવે વ્યાજખોર પૈસાની માંગણી કરતો
આંબલીમાં આવેલા પુષ્પક પ્લેટીનિયમમાં રહેતા મનીષભાઇ રાઠોડ જમીન દલાલ તરીકે કામ કરે છે. ગત મે ૨૦૨૩માં તેમણે ભાર્ગવ બળદેવ દેસાઇ ( સંગીની બંગ્લોઝ, સેટેલાઇટ) પાસેથી અલગ અલગ સમયે કુલ ૬૦ લાખ રૃપિયા ૩૦ ટકા વ્યાજે લીધા હતા. આ ઉપરાંત, તેમના મિત્રોની કાર ગીરવે મુકીને પણ નાણાં લીધા હતા. જેના પેટે મનીષભાઇ ભાર્ગવ રબારીને ૩૦ ટકા વ્યાજ ચુકવતા હતા અને તેમણે વ્યાજ સાથે તમામ રકમ ચુકતે કરી દીધી હતી. પરંતુ, તેમ છતાંય, ભાર્ગવ રબારી મનીષભાઇના ઘરે આવીને નાણાંની માંગણી કરીને સતત ધમકી આપતો હતો.
જમીન દલાલ અન્ય જગ્યાએ રહેવા ગયા
જેથી મનીષભાઇ ડરી ગયા હતા અને તે પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા હતા. ત્યારે પણ ભાર્ગવ રબારી તેમના ઘરે આવીને ધમકી આપતો હતો. જેથી પરિવારજનો પણ સતત દબાણમાં રહેતા હતા. રવિવારે મનીષભાઇ તેમના મિત્રના મકરબામાં આવેલા ગિન્ની ગાર્ડન લેક નામના એપાર્ટમેન્ટમાં ગયા હતા અને તેમના પત્ની , બાળકો મળવા માટે આવ્યા હતા.
સરખેજ પોલીસે ગુનો નોંધ્યો
ત્યારે અચાનક ભાર્ગવ રબારીનો ભાઇ ભાવેશ રબારી તેના સાગરિતો સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને તેણે મનીષભાઇને પકડીને માર મારવાનો શરૂ કર્યો હતો. આ સમયે આનંદ રબારી (Anand rabari) નામના વ્યક્તિએ છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે પોલીસ કંટ્રોલ (Police control room) રૃમમાં જાણ કરતા તમામ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Jamnagar: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ મોટા સમાચાર, પ્રવાસીઓને પરત લાવવા માટે રાજય સરકારના પ્રયાસો