Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tea Party : પીએમ મોદી અને રાહુલ ગાંધીએ એવી તે શું વાત કરી...?

શુક્રવારે બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત હાઉસ બિલ્ડિંગમાં ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત નેતાઓએ ભાગ લીધો Tea Party...
tea party   પીએમ મોદી અને રાહુલ ગાંધીએ એવી તે શું વાત કરી
  • શુક્રવારે બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત
  • હાઉસ બિલ્ડિંગમાં ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત નેતાઓએ ભાગ લીધો

Tea Party : સંસદના ચોમાસુ સત્રના અંત પછી, શુક્રવારે બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ પછી હાઉસ બિલ્ડિંગમાં ટી પાર્ટી (Tea Party) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત તમામ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ એક અનૌપચારિક બેઠક હતી. જેમાં સત્તા અને વિપક્ષના અનેક નેતાઓએ ભાગ લીધો હતો.

Advertisement

શુક્રવારે જ સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી

લોકસભાનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થયું હતું. આ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, પરંતુ શુક્રવારે જ સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. આ પછી અધ્યક્ષ જગદીપ ધનખરે પણ રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી.

આ પણ વાંચો---ST/SC : શું ક્વોટામાં ક્વોટા પર મોદી સરકાર લાવશે વટહુકમ ?

Advertisement

રાહુલ-પીએમ મોદીએ એકબીજાને શુભેચ્છા પાઠવી

મળતી માહિતી મુજબ પીએમ મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 'નમસ્તે' કહીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પછી બંને કેમેરા તરફ જોઈને હસ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોફા પર બેઠા હતા, જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા તેમની બાજુમાં બેઠા હતા. જો રાહુલ ગાંધીની વાત કરીએ તો તેઓ વડાપ્રધાનની જમણી બાજુની ખુરશી પર બેઠા હતા.

Advertisement

આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વિપક્ષની સામે બેઠા હતા, જ્યારે રાહુલ ગાંધીની લાઇનમાં કેન્દ્રીય પ્રધાનો કિરેન રિજિજુ, કે. રામમોહન નાયડુ, ચિરાગ પાસવાન અને પીયૂષ ગોયલ સાથે વિપક્ષી સાંસદો સુદીપ બંદ્યોપાધ્યાય અને કનિમોઝી બેઠા હતા.

સ્પીકર ઓમ બિરલાએ આભાર વ્યક્ત કર્યો હતો

સ્પીકર ઓમ બિરલાએ ચા માટે આવેલા તમામ સાંસદોનો આભાર માનતા કહ્યું કે આ સત્રમાં 15 બેઠકો થઈ અને ગૃહની ઉત્પાદકતા 136 કલાક રહી.

રાહુલ ગાંધીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી

આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. મળતી માહિતી મુજબ બંને નેતાઓ વચ્ચે સારી એવી વાતચીત થઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધી રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા હતા. તેમણે રક્ષા મંત્રીને યુક્રેન યુદ્ધ અને ગાઝા અંગે પણ સવાલો પૂછ્યા, જેના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત આના પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો----Paris Olympic 2024 : PM મોદીએ સેહરાવતને અભિનંદન પાઠવ્યા, કહ્યું- 'કુસ્તીબાજોનો આભાર...'

Tags :
Advertisement

.