Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ODI World Cup માટે Team India તૈયાર, જાણો ટીમમાં કોને મળી તક અને કોણ રહી ગયું બહાર

World Cup 2023 ની તારીખ નજીક આવી રહી છે. ક્રિકેટનો મહાકુંભ કહેવાતી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. તેના એક દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબરે ઉદ્ઘાટન સમારોહ અને રંગારંગ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન BCCIએ વર્લ્ડ કપ 2023 માટે ટીમ...
02:08 PM Sep 05, 2023 IST | Hardik Shah

World Cup 2023 ની તારીખ નજીક આવી રહી છે. ક્રિકેટનો મહાકુંભ કહેવાતી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. તેના એક દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબરે ઉદ્ઘાટન સમારોહ અને રંગારંગ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન BCCIએ વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે.

વર્લ્ડ કપ 2023 માટે કેએલ રાહુલ અને ઈશાન કિશનને મળી જગ્યા

વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની મંગળવારે જાહેરાત કરવામાં આવી છે. આ મેગા ઈવેન્ટ માટે કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટરે 5 સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરી 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ 2023 માટે કેએલ રાહુલ અને ઈશાન કિશન બંનેને રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે સંજુ સેમસન અને સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી નથી. અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પષ્ટ કર્યું કે આ 15 ખેલાડીઓ જ વર્લ્ડ કપ રમશે. વર્લ્ડ કપની ટીમમાં ફેરફારની શક્યતાઓ નહિવત્ છે, સિવાય કે કોઈ ખેલાડી ટુર્નામેન્ટની શરૂઆત પહેલા ઈજાગ્રસ્ત ન થાય.

સંજુ સેમસનને એકવાર ફરી પડતો મુકાયો

વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓનો સમાવેશ થાય છે જે હાલમાં એશિયા કપ રમી રહ્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણ, તિલક વર્મા અને સંજુ સેમસનને બાદ કરતાં એશિયા કપની ટીમમાં સામેલ તમામ ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. કેએલ રાહુલ અને ઈશાન કિશન બંનેને રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ICC ની ગાઈડલાઈન મુજબ તમામ ટીમો 28 સપ્ટેમ્બર સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આ પછી, જો કોઈ ટીમને ટીમમાં ફેરફાર કરવા માંગે છે તો તેણે ICCની પરવાનગી લેવી પડશે.

ટીમ એશિયા કપ 2023 જેવી જ

જણાવી દઈએ કે, ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે ભારત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ICC ના નિયમો અનુસાર તમામ ટીમોએ ટૂર્નામેન્ટ શરૂ થવાના એક મહિના પહેલા ટીમની જાહેરાત કરવાની હોય છે. આજે તેની છેલ્લી તારીખ છે. આ વખતના વર્લ્ડ કપની વાત કરીએ તો, BCCIની પસંદગી સમિતિએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. ટીમ એશિયા કપ 2023 જેવી જ દેખાઈ રહી છે. જોકે 28 સપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર થઈ શકે છે.

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ (Team India World Cup Squad)

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ.

આ પણ વાંચો - IND vs NEP : Super-4 માં પહોંચી ટીમ ઈન્ડિયા, ઓપનિંગ જોડીની મદદથી 10 વિકેટે મેળવી જીત

આ પણ વાંચો - Asia Cup : ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, Jasprit Bumrah ભારત પરત ફર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
2023 Cricket World CupBCCIICCODI World CupTeam IndiaTournamentWorld Cupworld cup 2023
Next Article