Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC Rankings માં ટીમ ઈન્ડિયાનો વાગ્યો ડંકો, પાકિસ્તાનને નુકસાન તો ઓસ્ટ્રેલિયા બની બાદશાહ

ICC એ આજે એટલે કે શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) નું વાર્ષિક ટીમ રેન્કિંગ (Team Ranking) અપડેટ જાહેર કર્યું છે. જેમા ટીમ ઈન્ડિયા (Team India) એ ત્રણ ફોર્મેટમાંથી બે ફોર્મેટમાં નંબર વન (Number One) પર છે. ટીમ ઈન્ડિયા (Team...
icc rankings માં ટીમ ઈન્ડિયાનો વાગ્યો ડંકો  પાકિસ્તાનને નુકસાન તો ઓસ્ટ્રેલિયા બની બાદશાહ

ICC એ આજે એટલે કે શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) નું વાર્ષિક ટીમ રેન્કિંગ (Team Ranking) અપડેટ જાહેર કર્યું છે. જેમા ટીમ ઈન્ડિયા (Team India) એ ત્રણ ફોર્મેટમાંથી બે ફોર્મેટમાં નંબર વન (Number One) પર છે. ટીમ ઈન્ડિયા (Team India) એ સફેદ બોલ (White Ball) ના બંને ફોર્મેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, જ્યારે લાલ બોલ (Red Ball) માં એટલે કે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ (Team India) ને પાછળ છોડી દીધી છે.

Advertisement

ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા બની બાદશાહ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) પોતાની નવીનતમ વાર્ષિક ટીમ રેન્કિંગ જાહેર કરી દીધી છે. જેમા ઓસ્ટ્રેલિયાના રેન્કિંગમાં ફેરફાર થયો છે. આ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. જોકે, આ સિવાય બે ફોર્મેટ (ODI and T20I) માં ટીમ ઈન્ડિયા પહેલા સ્થાને છે. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમ વચ્ચે માત્ર 4 પોઈન્ટનો તફાવત છે. આ સિવાય ઈંગ્લેન્ડની ટીમ 109 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયાએ IPL 2024 પહેલા ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી, જે ભારતીય ટીમે 4-1થી જીતી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર આવી ગઈ હતી પરંતુ હવે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ નંબર વનનું સ્થાન કબજે કર્યું છે. તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના 124 પોઈન્ટ છે, જ્યારે ભારતીય ટીમના 120 પોઈન્ટ છે. જ્યારે ત્રીજા નંબરે રહેલી ઈંગ્લેન્ડની ટીમના ભારતીય ટીમથી 15 પોઈન્ટ ઓછા છે. ઈંગ્લેન્ડના 105 પોઈન્ટ છે. તે પછી દક્ષિણ આફ્રિકા 103 પોઈન્ટ સાથે ચોથા સ્થાને અને ન્યુઝીલેન્ડ 96 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

Advertisement

ICC ટેસ્ટ ટીમોની રેન્કિંગ યાદી

  • ઓસ્ટ્રેલિયા – 124 પોઈન્ટ
  • ભારત- 120 પોઈન્ટ
  • ઈંગ્લેન્ડ- 109 પોઈન્ટ
  • દક્ષિણ આફ્રિકા- 103 પોઈન્ટ
  • ન્યુઝીલેન્ડ – 96 પોઈન્ટ
  • પાકિસ્તાન- 89 પોઈન્ટ

ICC ODI ટીમોની રેન્કિંગ યાદી

  • ભારત - 122
  • ઓસ્ટ્રેલિયા - 116
  • દક્ષિણ આફ્રિકા - 112
  • પાકિસ્તાન - 106
  • ન્યુઝીલેન્ડ - 101

ICC T20I ટીમોની રેન્કિંગ યાદી

  • ભારત - 264
  • ઓસ્ટ્રેલિયા - 257
  • ઈંગ્લેન્ડ - 252
  • દક્ષિણ આફ્રિકા - 250
  • ન્યુઝીલેન્ડ - 250

ODI અને T20માં ભારત નંબર વન

ટીમ ઈન્ડિયાએ ભલે ટેસ્ટમાં ટોચનું સ્થાન ગુમાવ્યું હોય પણ તેણે ODI અને T20 ક્રિકેટમાં નંબર વનનો તાજ પહેર્યો છે. ભારતીય ટીમ હજુ પણ ODI અને T20 ટીમ રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. ટીમ ઈન્ડિયા 122 પોઈન્ટ સાથે ODI ક્રિકેટમાં પ્રથમ સ્થાન પર યથાવત છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમ 116 પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 112 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તે પછી પાકિસ્તાનની ટીમ 106 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડ 101 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમાંકે છે. વળી જો T20I ની વાત કરીએ તો તેમા ટીમ ઈન્ડિયા 264 પોઈન્ટ સાથે નંબર વન પર છે. તે પછી ઓસ્ટ્રેલિયા 257 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે. ત્રીજા સ્થાને 252 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડની ટીમ છે. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમ અનુક્રમે 250 અને 250 પોઈન્ટ સાથે ચોથા અને પાંચમાં સ્થાને છે.

આ પણ વાંચો - કોંગ્રેસ નેતાનો વિશ્વાસ, T20 World Cup જીતાડશે સંજુ સેમસન

Advertisement

આ પણ વાંચો - T20 World Cup Anthem : ક્રિકેટના તાલે ઝૂમવા થઇ જાઓ તૈયાર, ICC એ લોન્ચ કર્યું નવું એન્થમ

Tags :
Advertisement

.