Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુદરતી શક્તિ સામે લાચાર થઈ ટીમ ઈન્ડિયા, બાર્બાડોસમાં ફસાયા આપણા ખેલાડીઓ

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા (Team India) એ 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી ક્રિકેટ ચાહકોને ખુશીનો અહેસાસ કરાવ્યો છે. દુનિયામાં જ્યા પણ ભારતીયો રહે છે ત્યા ખુશીનો માહોલ છે. ભારતમાં આ જીત બાદ ખુશીનો કેવો માહોલ છે...
09:40 PM Jul 01, 2024 IST | Hardik Shah
Team India in Barbados

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા (Team India) એ 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી ક્રિકેટ ચાહકોને ખુશીનો અહેસાસ કરાવ્યો છે. દુનિયામાં જ્યા પણ ભારતીયો રહે છે ત્યા ખુશીનો માહોલ છે. ભારતમાં આ જીત બાદ ખુશીનો કેવો માહોલ છે તે ટીમ ઈન્ડિયા (Team India) જ્યારે પરત ફરશે ત્યારે ખબર પડશે પણ હાલમાં સવાલ એ છે કે, ટીમ ઈન્ડિયા કેમ હજુ સુધી ભારત પરત ફરી નથી. મળી રહેલી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ ગઇ છે. એક કુદરતી આફત સામે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લાચાર જોવા મળી રહ્યા છે.

જીત બાદ બાર્બાડોસમાં ફસાઈ ટીમ ઈન્ડિયા

બાર્બાડોસ (Barbados) માં ટીમ ઈન્ડિયા (Team India) ની જીત બાદ ખેલાડીઓ જશ્નમાં ખૂબ મગ્ન થતા જોવા મળ્યા હતા પણ હવે તેમના માટે ખરાબ સમાચાર મળી રહ્યા છે. તેમને ભારત પરત ફરવામાં વિલંબ થઈ રહ્યો છે. બાર્બાડોસમાં ખરાબ હવામાનને કારણે જ્યાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની ફાઈનલ રમાઈ હતી ત્યાં આખી ભારતીય ટીમ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. સ્થિતિનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો છે કે તમામ ખેલાડીઓને હોટલના રૂમમાં બંધ રહેવાની ફરજ પડી છે. મળતી માહિતી અનુસાર, વેસ્ટ ઈન્ડિઝથી ભારતીય ક્રિકેટ ટીમના પરત ફરવામાં વિલંબ થશે કારણ કે તે ચક્રવાતી તોફાનના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે. આખું બાર્બાડોસ ચક્રવાતની અસરમાં આવી ગયું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી હવે પોતાના હોટલના રૂમમાં રહેવા મજબૂર છે. અહીં વીજળી અને પાણીની વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. ભારે વરસાદ અને પવનને કારણે અહીં હવાઈ અવરજવર ઠપ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાર્બાડોસથી દરેક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.

barbados cyclone

હોટલમાં ભોજન માટે ટીમ ઈન્ડિયાને...

ભારતીય ખેલાડીઓ અને તેમના પરિવારો, સપોર્ટ સ્ટાફ, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ના અધિકારીઓ બાર્બાડોસમાં બીચ ફ્રન્ટ હોટલમાં ફસાયેલા છે. વાવાઝોડાને કારણે અહીં હોટલોવી સેવાઓ પણ પ્રભાવિત થઇ છે. આ વિસ્તારમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. રહેવાસીઓ અને પ્રવાસીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વિસ્તારમાં 130 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા છે. એક વરિષ્ઠ પત્રકારે અહીં ખેલાડીઓ કેવી સ્થિતિમાં ફસાયા છે તેને BCCI સાથે શેર કર્યું છે.

તેમના જણાવ્યા અનુસાર, હોટલમાં મર્યાદિત સ્ટાફ છે, જેના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને કાગળની પ્લેટમાં ભાજન કરવાની ફરજ પડી રહી છે. આગળ તેમણે જણાવ્યું છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ભોજન માટે લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ખેલાડીઓની સાથે BCCI સેક્રેટરી જય શાહ પણ બાર્બાડોસમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જય શાહ ટીમ ઈન્ડિયા પહેલા ભારત પરત ફરવાના હતા. પરંતુ બાર્બાડોસમાં બગડતા હવામાન બાદ તેમણે ટીમ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - Team India ફસાઇ ગઇ બાર્બાડોસમાં…! કરફ્યુ જેવી સ્થિતી…

આ પણ વાંચો - જીત્યા બાદ કોની પાસે રહે છે આ શાન સમાન TROPHY અને તેને કોના દ્વારા કરાવાય છે તૈયાર, જાણો ટ્રોફીની ખાસ વાતો

Tags :
BarbadosBarbados Airport ShutBarbados HotelBarbados NEWSBCCICricketGujarat FirstHardik ShahHurricane Berylindian teamrohit sharmaSuryakumar YadavT20 World CupT20 World Cup 2024 FinalT20-World-Cup-2024Team IndiaTeam India Stuck in BarbadosTeam India Stuck in Hurricane BerylVirat KohliWest IndiesWorld Cup 2024
Next Article