ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 World Cup 2024 : તો આ કારણે ભારતીય ટીમે જીત્યો હતો ખિતાબ! રોહિત શર્માએ જણાવી ચોંકાવનારી હકીકત!

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માં રોહિત શર્માએ બતાવ્યો ટર્નિંગ પોઇન્ટ (T20 World Cup 2024) વિકેટકીપર ઋષભ પંતે થોડા સમય માટે રોકાવી હતી મેચ બેટ્સમેનોની રિધમ તૂટી અને મેચમાં થયો મોટો ઉલટફેર! ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) 29 જૂનના...
10:16 AM Oct 06, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માં રોહિત શર્માએ બતાવ્યો ટર્નિંગ પોઇન્ટ (T20 World Cup 2024)
વિકેટકીપર ઋષભ પંતે થોડા સમય માટે રોકાવી હતી મેચ
બેટ્સમેનોની રિધમ તૂટી અને મેચમાં થયો મોટો ઉલટફેર!

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) 29 જૂનના રોજ 'ICC T20 વર્લ્ડ કપ 2024' નો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમે 17 વર્ષ પછી આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. સાથે જ 11 વર્ષ પછી કોઈ પણ ICC ટ્રોફી (ICC T20 World Cup 2024) જીતી હતી. ટીમ ઈન્ડિયા સહિત તમામ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આ ક્ષણ ખૂબ જ ભાવનાત્મક રહી હતી. કેપ્ટન રોહિતની સેનાએ ફાઇનલમાં ફોર્મમાં ચાલી રહેલી દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે માત્ર 7 રનથી હરાવ્યું હતું. જો કે, ઘણા લોકોએ આ જીતનો શ્રેય ફાઈનલમાં સૂર્યકુમાર યાદવે લીધેલા કેચને આપ્યો છે. પરંતુ, આ ઐતિહાસિક જીતનાં ત્રણ મહિના બાદ રોહિત શર્માએ (Rohit Sharma) ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

જણાવી દઈએ કે, એક સમયે આ ફાઇનલ મેચ (ICC T20 World Cup 2024) ભારતનાં હાથમાંથી લગભગ નીકળી ગઈ હતી. આફ્રિકાનાં સ્ટાર ખેલાડી અને મિડલ ઓર્ડર બેટ્સમેન હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર (David Miller) પીચ પર ઝડપથી રન બનાવી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે આ વખતે પણ ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી જશે. પરંતુ, પછી જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું ન હતું. 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માં ભારતીય ટીમનાં કેપ્ટન રોહિત શર્માએ ચોંકાવનારી વાત કરી તે સમયે મેચનો ટર્નિંગ પોઈન્ટ કયો હતો તે જણાવ્યું હતું.

આ પણ વાંચો - MS Dhoni: 'મુક્કો મારીને...' જ્યારે કેપ્ટન કૂલને આવ્યો ગુસ્સો!,હરભજન સિંહેએ કર્યો ખુલાસો

રોહિત શર્માએ જીત પાછળનાં ટર્નિંગ પોઈન્ટની કરી વાત

તાજેતરમાં ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma), સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav), શિવમ દુબે, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ નેટફ્લિક્સ પરનાં શૉ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માં (The Great Indian Kapil Show) જોવા મળ્યા હતા. આ શોમાં રોહિત શર્માએ ફાઈનલની જીત પાછળનાં ટર્નિંગ પોઇન્ટ અંગે વાત કરી હતી. રોહિત શર્માએ કહ્યું હતું કે, "SA પાસે ઘણી વિકેટ બાકી હતી. તેમના ટોપ બેટ્સમેન મેદાન પર હતા. જ્યારે અમે તણાવ અનુભવી રહ્યા હતા. પરંતુ, આવા સમયે કેપ્ટન મજબૂત હોવો જોઈએ. આ વાત કોઈને ખબર નથી પણ જ્યારે 30 બોલમાં 30 રનની જરૂર હતી. તે સમયે ગેમમાં થોડા સમય માટે બ્રેક લાગી હતી. ઋષભ પંતે (Rishabh Pant) ગેમને રોકી હતી. તેણે કહ્યું હતું કે, ઘૂંટણમાં કંઈક થયું છે.

આ પણ વાંચો - Women T20 World Cup: UAE ની ધરતી પર મહામુકાબલો, આ તારીખે રમાશે IND vs PAK ની મેચ

ઋષભ પંતે મેચ રોકાવી અને મોમેન્ટમ તૂટી!

રોહિત શર્માએ આગળ કહ્યું કે, "મેચ ચાલી રહી હતી, તે સમયે બેટ્સમેન વિચારે છે કે બોલરે ફટાફટ તેની તરફ બોલ નાંખે. આથી, બેટ્સમેન તેની લય સ્થાપિત કરી શકે. અમારે તેમની લયને તોડવાની હતી. હું ફિલ્ડ સેટ કરી રહ્યો હતો અને બોલરો સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે મે જોયું કે પંત નીચે પડી ગયો છે. ફિઝિયો ત્યાં આવ્યા અને પંતને ટોપિંગ કરી રહ્યા છે. ક્લાસેન (Henrik Klaasen) ત્યાં મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે. જો કે, હું એવું નથી કહી રહ્યો કે આ અમારી જીતનું સાચું કારણ છે. પરંતુ, એક કારણ હોઈ શકે છે. આપણા પંત સાહેબે દિમાગ વાપર્યું અને કામ થઈ ગયું!. જણાવી દઈએ કે જ્યારે 30 બોલમાં 30 રનની જરૂર હતી. ત્યારે ઋષભ પંતે તેના ઘૂંટણ પર ટોપિંગ કરાવી હતી. આથી, બેટ્સમેનોની મોમેન્ટમ તૂટી ગઈ હતી. ત્યાર બાદથી ગેમમાં બદલાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો - સરફરાઝ ખાન આ સિદ્ધિ મેળવનારો મુંબઈનો પ્રથમ ખેલાડી બન્યો

Tags :
AKSHAR PATELArshdeep SinghCricket World CupDAVID MILLERGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHenrik KlaasenICC T20 World Cup 2024IND vs SAIndian Cricket TeamLatest Gujarati Newsrishabh pantrohit sharmaShivam DubeySports NewsSuryakumar YadavThe Great Indian Kapil Show
Next Article