Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા સહિત 3 ટીમો સેમિફાઇનલમાં, ચોથી ટીમ કઇ હશે?

T20 World Cup 2024 : રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયા (Australia) ને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ (Semi Final) માં પ્રવેશ કરી લીધો છે. આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને...
08:13 AM Jun 25, 2024 IST | Hardik Shah
T20 World Cup 2024 Semi Final Team

T20 World Cup 2024 : રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયા (Australia) ને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ (Semi Final) માં પ્રવેશ કરી લીધો છે. આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રન હરાવીને જીતની હેટ્રિક નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ ટીમ ઈન્ડિયા ગ્રુપ-1 માંથી સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ (First Team) બની ગઇ છે. જ્યારે ગ્રુપ-2 માંથી ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા (England and South Africa) પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચુકી છે. અત્યાર સુધી કુલ 3 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરી ચુકી છે. ત્યારે ગ્રુપ-1 માંથી એક ટીમ સેમિફાઈનલમાં પહોંચશે જે લગભગ આજે મંગળવારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની મેચ બાદ સ્પષ્ટ થઇ જશે.

સેમિફાઈનલમાં 3 ટીમોએ જગ્યા બનાવી

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સાથે તે સેમિફાઈનલમાં પહોંચી પણ ગઈ છે. અત્યારે ગ્રુપ-1માંથી વધુ એક ટીમે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવાની છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી અફઘાનિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની સૌથી વધુ તકો માનવામાં આવે છે. ગ્રુપ 2 માંથી દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે ભારતીય ટીમ ગ્રુપ-1માંથી સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતીય ટીમે તેની છેલ્લી સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે યુએસએને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી.

આજે ચોથી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે

ઉલ્લેખનીય છે કે, સુપર-8માં 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. બંને ગ્રુપમાં 4-4 ટીમો હતી. બંને ગ્રુપની ટોપ-2 ટીમો જ સેમિફાઈનલમાં પહોંચશે. ગ્રુપ 2 ની ટોપ 2 ટીમો દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. જ્યારે ગ્રુપ-1માંથી અત્યાર સુધી માત્ર એક જ ટીમ કન્ફર્મ થઈ છે. હવે ગ્રુપ-1ની 3 ટીમો ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જંગ છે. આ ત્રણ ટીમોમાંથી માત્ર એક જ ટીમ આગળ વધી શકશે. આ સંદર્ભે, દરેકની નજર અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પર છે. આ મેચ બાદ સેમિફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જો કે અફઘાનિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની સૌથી વધુ તકો માનવામાં આવે છે.

ભારતની સેમિફાઈનલ કયા દિવસે થશે?

ભારતીય ટીમ તેની સેમિફાઇનલ મેચ 27 જૂને રમશે. આ ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ હશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. છેલ્લા T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલ મેચ રમી હતી. જ્યાં ભારતીય ટીમને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા પાસે હવે તે મેચમાં મળેલી હારનો બદલો લેવાની તક છે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની ટીમે વર્ષ 2022નો વર્લ્ડ કપ જીત્યો હતો.

આ પણ વાંચો - IND vs AUS: ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું

આ પણ વાંચો - IND VS AUS: ROHIT SHARMA એ T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

Tags :
2022 World Cup WinnerAFG vs BANAfghanistanAustraliaBangladeshCricketCricket NewsEnglandengland vs indiaExciting MatchGroup-1ICC Men's T20 World CupIND VS AUSIND vs ENG Semi-Final Date and TimingIndia Vs EnglandIndia vs England Semi-FinalIndian Cricket TeamIndian TimeJos ButtlerJune 27Providence StadiumQualifyRevenge Matchrohit sharmaSemi-FinalSemiFinalSouth Africasuper 8T20 wc 2024T20 World CupT20 World Cup 2024 Semi-Final ScheduleT20 World Cup Semi finalT20-World-Cup-2024Team IndiaTeam India QualifyTeam India Qualify Semi FinalVictory StreakVirat Kohliwc 2024World CupWorld Cup 2024
Next Article