ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Swati Maliwal Assault Case : બિભવ કુમારના વકીલે કોર્ટ સમક્ષ દલીલમાં કૌરવો અને દ્રોપદીનો કર્યો ઉલ્લેખ

Swati Maliwal Assault Case : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર કથિત રીતે હુમલો કરવાના આરોપી બિભવ કુમારની જામીન અરજી (The bail plea of Bibhav Kumar) પર આજે સુનાવણી (Hearing) હાથ...
02:18 PM May 27, 2024 IST | Hardik Shah
Swati Maliwal Assault Case

Swati Maliwal Assault Case : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર કથિત રીતે હુમલો કરવાના આરોપી બિભવ કુમારની જામીન અરજી (The bail plea of Bibhav Kumar) પર આજે સુનાવણી (Hearing) હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સ્વાતિ માલીવાલ પણ કોર્ટ રૂમમાં હાજર હતી. આ દરમિયાન સ્વાતિ માલીવાલ કોર્ટમાં જ રડવા લાગી હતી. બિભવ કુમાર વતી વરિષ્ઠ વકીલ એન. હરિહરને દલીલો રજૂ કરી હતી. અસીલના બચાવમાં કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી અને તેમણે કૌરવો અને દ્રૌપદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોર્ટ રૂમમાં સ્વાતિ માલીવાલ કેમ રડી પડ્યા?

આજે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં AAP ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપી બિભવ કુમારની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બિભવના વકીલ તેમના અસીલના બચાવમાં કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરતા કૌરવો અને દ્રૌપદીનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન સ્વાતિ માલીવાલ કોર્ટની સામે રડી પડી હતી. સ્વાતિ માલીવાલના વકીલની સાથે દિલ્હી પોલીસે પણ બિભવના જામીનનો વિરોધ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જે સમયે સ્વાતિ માલીવાલનો વીડિયો કોર્ટ રૂમમાં જજને બતાવવામાં આવી રહ્યો હતો અને બિભવના વકીલ જજને FIR વિશે જણાવી રહ્યા હતા ત્યારે સ્વાતિ માલીવાલની આંખમાં આંસુ આવ્યા હતા. જોકે તે થોડા સમય પછી ચૂપ રહી અને કોર્ટની કાર્યવાહી સાંભળવા લાગી.

કોર્ટમાં કૌરવો અને દ્રૌપદીનો ઉલ્લેખ

બિભવ કુમારના વકીલે કોર્ટમાં કહ્યું કે સ્વાતિ માલીવાલે જાણી જોઈને CM હાઉસનો ડ્રોઈંગ રૂમ પસંદ કર્યો કારણ કે ત્યાં કોઈ CCTV નથી. તેણી જાણતી હતી કે ત્યાં કોઈ CCTV નથી. તેમણે આ જગ્યા એટલા માટે પસંદ કરી હતી કે તેઓ તેમની અનુકૂળતા મુજબ પાછળથી આક્ષેપો કરી શકે. તેમણે આગળ કહ્યું હતું કે, તે સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મારા ક્લાયન્ટની ઈમેજ જાણી જોઈને બદનામ કરવામાં આવી રહી છે કારણ કે તેમને (માલીવાલ) લાગે છે કે તેમને કેજરીવાલને મળવા ન દેવા માટે બિભવ જવાબદાર છે. વકીલે કહ્યું કે SHOએ ઘટનાના દિવસે કોઈ મેડિકલ તપાસ કરાવી ન હતી. વળી કોર્ટમાં કૌરવો અને દ્રૌપદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બિભવ કુમારના વકીલે કહ્યું કે, તેમના પર લગાવવામાં આવેલી કલમનો અર્થ એ છે કે આ હુમલો કપડા ઉતારવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલે કહ્યું છે કે તેમનો શર્ટ ઊંચો કરવામાં આવ્યો હતો પરંતુ કપડાં ઉતારવાનો ઈરાદો અલગ વાત છે. પ્રાચીન સમયમાં આ ગુનો કૌરવોને લાગુ પડતો હતો. જેણે દ્રૌપદીના વસ્ત્ર હરણ કર્યા હતા. વકીલોએ સવાલો ઉઠાવ્યા કે સ્વાતિ માલીવાલનું મેડિકલ ચેકઅપ કેમ ન થયું.

સ્વાતિ માલીવાલે શું દલીલો આપી?

સ્વાતિ માલીવાલ વતી દલીલો રજૂ કરતા, એપીપીએ જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદીને કહ્યું ન હતું કે તે સેવામાં નથી અને CM કેજરીવાલ સાથે તેની મીટિંગનું આયોજન કરી શકતો નથી. આનાથી આરોપીઓના ઈરાદાઓ છતી થાય છે. આ પહેલા એવો કોઈ પ્રસંગ નહોતો કે જ્યારે સ્વાતિ માલીવાલને પ્રથમ નિમણૂક માટે કહેવામાં આવ્યું હોય. સ્વાતિ તરફથી આગળ કહેવામાં આવ્યું કે, સુરક્ષા અધિકારીએ પોલીસને કેમ બોલાવ્યા નહીં. તેને વેઇટિંગ રૂમમાં બેસવા દેવામાં આવી. તો પછી આમાં અતિક્રમણનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? જ્યારે બિભવ કુમાર ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે પૂછ્યું કે તેમને (સ્વાતિ માલીવાલ) કોણે અંદર પ્રવેશવાની પરવાનગી આપી છે.

આ પણ વાંચો - Swati Maliwal Assault Case: દિલ્હી મુખ્યમંત્રીના અંગત સચિવને 4 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

આ પણ વાંચો - Swati Maliwal નો ગંભીર આરોપ, કહ્યું- ‘મને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે…’

Tags :
Aam Aadmi PartyAAPAAP Leaderanjitha chepyalaArvind KejriwalArvind Kejriwal PAArvind kejriwal personal secretaryAssault CaseBibhav Kumarbibhav kumar assault allegationsBibhav Kumar Bail Application in Courtbibhav kumar casesbibhav kumar controversiesbibhav kumar sackedbibhav kumar swati maliwalcm’s residenceDCWdelhi commission for women chairpersonDelhi PoliceK ejriwal's sacked aideKauravas and DraupadiSITSwati Maliwalswati maliwal assault allegationsSwati Maliwal Assault caseswati Maliwal Cried in CourtWho is bibhav kumar
Next Article