Bibhav Kumarની સ્વાતિ માલિવાલ કેસમાં ધરપકડ
Bibhav Kumar: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના મામલામાં દિલ્હી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના અને સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી Bibhav Kumarને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધો છે. Bibhav Kumar પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે મારપીટ કરવાનો આરોપ છે.
સ્વાતિ માલિવાલનો AIIMSમાં થયેલ મેડિકલ રિપોર્ટ પણ આવી ગયો છે જે મુજબ સ્વાતિને બરાબર પિટવામાં આવી છે એ સાબિત થાય છે.
બીજીબાજુ 'અમે નિર્દોષ છીએ'એવાં ગાણાં ગાતી આમ આદમી પાર્ટી તરફથી આરોપી ખુદ Bibhav Kumarએ પોલીસમાં સ્વાતિ માલીવાલ વિરુધ્ધ FIR પણ નોંધાવી છે.
રાઘવ ચઢ્ઢા ભારત પરત આવી ગયા છે. એટલે હવે નવો ખેલ કેવો હશે એનો કયાસ લગાવવો જ રહ્યો.
ગમે તે હોય,વિપક્ષ હાર ભાળી ગયો છે અને એ ગમે તે હદે જઈ શકે છે. આમ આદમી પાર્ટી તો સ્વાતિ માલીવાલ BJPનો હાથો બની ગઈ છે એવી વાહિયાત વાત પણ મીડિયામાં વહેતી મૂકી છે.
આ પણ વાંચો- હવે એક ‘ગુંડા’ ના દબાણને વશ થઈ ગઈ છે AAP : સ્વાતિ માલીવાલ