World Cup - 2023 ના સ્વાગત માટે SVPI એરપોર્ટ લાઈફ-સાઈઝ ટ્રોફી સાથે તૈયાર!
અહેવાલ - પ્રદિપ કચીયા
ICC ODI World Cup 2023 ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત ગુરુવાર 5 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી થઇ હતી. અમદાવાદમાં આ સિવાય વર્લ્ડ કપની ઘણી મેચો રમાવવાની છે અને સાથે સાથે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારે અમદાવાદમાં India vs Pakistan ની પણ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. જેને લઇને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને દરેક જગ્યા પર મેચને લઈને અલગ અલગ રીતે ઉત્સાહ પણ લોકો બતાવી રહ્યા છે.
અમદાવાદના એરપોર્ટ પર લાઈફ-સાઈઝ ટ્રોફી ઇન્સ્ટોલ
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વર્લ્ડ કપની મેચને લઈને ઘસારો પણ સૌથી વધુ રહેશે. જેને લઇને એરપોર્ટ પર મુસાફરોને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ- 2023ના સ્વાગત માટે તૈયાર છે. ICC અને અમદાવાદ એરપોર્ટના સહયોગથી ડોમેસ્ટિક એરાઇવલ્સના ટર્મિનલ- 1 પર વર્લ્ડકપની 10 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી લાઈફ-સાઈઝ ટ્રોફી ઇન્સ્ટોલ કરવામાં આવી છે. વર્લ્ડકપની સમાપ્તિ સુધી અમદાવાદ આવતા વિશ્વભરના ક્રિકેટરસીકો માટે તે જીવંત વાતાવરણનો અનુભવ કરાવે છે. SVPI એરપોર્ટે પર મુસાફરો પ્રવાસની ઉપરાંત ટ્રોફી સાથે સેલ્ફી લઈ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉત્સાહને જીવંત અને યાદગાર બનાવી શકે છે.
10 સ્ટેડિયમ, 48 મેચ
ભારતના 10 સ્ટેડિયમમાં આ વખતે વર્લ્ડ કપની 48 મેચ રમાશે. અમદાવાદમાં વર્લ્ડ કપની 5 મેચ રમાશે. વર્લ્ડ કપ માટે ચેન્નાઈ, દિલ્હી, પુણે, અમદાવાદ, ધર્માશાળા, પુણે, મુંબઈ, કોલકત્તા, બેંગલુરુમાં રમાશે. વર્લ્ડ કપમાં 10 દેશોની ક્રિકેટ ટીમના 150 ખેલાડીઓ ટ્રોફી જીતવા આવશે. વર્લ્ડ કપ 2023 રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે