ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surendranagar : ગુજરાત પોલીસે બહાદુર અને કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર PSI જે.એમ. પઠાણને (J.M. Pathan) ગૃહ રાજ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
01:50 PM Nov 05, 2024 IST | Vipul Sen
  1. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર PSI ને ગૃહ રાજ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી
  2. ગુજરાત પોલીસે બહાદુર અને કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા : હર્ષ સંઘવી
  3. દારૂબંધી સામે લડાઈમાં જીવન ન્યોછાવર કરનાર અધિકારીને શ્રદ્ધાંજલિ : હર્ષ સંઘવી

સુરેન્દ્રનગરમાં (Surendranagar) સ્ટેટ મોનિટરિંગ સેલનાં (SMC) PSI જે.એમ. પઠાણનું મોડી રાતે અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના મોતથી પરિવાર સહિત પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગૃહ રાજ્યમંત્રીએ લખ્યું કે, ગુજરાત પોલીસે બહાદુર અને કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા છે.

આ પણ વાંચો - Surendranagar : દારૂ ભરેલી કાર પકડવા જતાં ટ્રકની ટક્કરે SMC નાં PSI નું મોત, બે કોન્સ્ટેબલને ઇજા

મૃત્યુ પામનાર PSI ને ગૃહ રાજ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર PSI જે.એમ. પઠાણને (J.M. Pathan) ગૃહ રાજ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર ટ્વીટ કરીને ગૃહ રાજ્યમંત્રીએ લખ્યું કે, 'સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનિટરિંગ સેલનાં આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ. પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. ગુજરાત પોલીસે (Gujarat Police) એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે.' ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગળ લખ્યું કે, 'દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર આ બહાદુર અધિકારીને શ્રદ્ધાંજલિ. તેમના પરિવારને હૃદયથી સાંત્વના.'

આ પણ વાંચો - Surendranagar : વધુ એક ગમખ્વાર અકસ્માત, હોમગાર્ડ જવાન સહિત 2 યુવકના મોત

દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા અકસ્માત થયો

જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં (Surendranagar) સ્ટેટ મોનિટરિંગ સેલનાં (SMC) PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક ટ્રેલરની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ (Viramgam Hospital) ખસેડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો - Mehsana : તળાવમાં 4 બાળકો નાહવા પડ્યા, ડૂબી જવાથી માસૂમનું મોત

Tags :
Breaking News In GujaratiDasada policeDasada to KathadaGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliceGujarati breaking newsGujarati NewsHarsh SanghviJ.M. PathanLatest News In GujaratiLCBNews In Gujaratiroad accidentSMC PSI AccidentSOGState Monitoring CellSurendranagarViramgam Hospital
Next Article