ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surendranagar:SMC ના PSI નો અકસ્માતમાં મોતનો મામલો, રાજય પોલીસ વડાએ તપાસ અમદાવાદ ગ્રામ્યને સોંપી

સુરેન્દ્રનગર :SMC ના psi નો અકસ્માતમાં મોતનો મામલો સુરેન્દ્રનગર LCB પોલીસે અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપી 5 નવેમ્બર SMC જે.એમ.પઠાણ અકસ્માત મોત થયું હતું રાજય પોલીસ વડાએ તપાસ અમદાવાદ ગ્રામ્યને સોંપી Surendranagar: સુરેન્દ્રનગરના દસાડા પાસે psi પઠાણના અકસ્માત(SMC PSI Accident)માં...
11:05 AM Nov 09, 2024 IST | Hiren Dave

Surendranagar: સુરેન્દ્રનગરના દસાડા પાસે psi પઠાણના અકસ્માત(SMC PSI Accident)માં રાજય પોલીસ વડા (State Police Chief)આકરા પાણીએ જોવા મળે છે,સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકી લેવાઈ છે અને અમદાવાદ ગ્રામ્ય પોલીસને આ તપાસ (Ahmedabad Rural LCB) સોંપાઈ છે.અમદાવાદ ગ્રામ્ય એલસીબી બનાવ અંગેની તપાસ કરશે અને રીપોર્ટ બનાવશે,હજી સુધી ક્રેટા કારના માલિક અને ટ્રક કન્ટેરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી નથી આ વાત શરમજનક છે.

રાજ્ય પોલીસ વડા એ તપાસ ગ્રામ્ય પોલીસને સોંપી

સુરેન્દ્રનગરમાં દારૂની રેડ કરવાના મામલે એસએમસીના પીએસાઈ અને તેમની ટીમ ગઈ હતી તે દરમિયાન અકસ્માતમાં તેમનું મોત થયું હતુ,ઘટના સ્થળે કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માતની વાત હતી જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતુ,દારુની બાતમી મળતા ગાડીનો પીછો કરતા અકસ્માત થયો હતો,ગુજરાત પોલીસ હજી સુધી આરોપી સુધી પહોંચી શકી નથી જેને લઈ સુરેન્દ્રનગરની પોલીસ પણ શંકાના દાયરામાં છે જેને લઈ રાજય પોલીસ વડાએ તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને સોંપી છે.

આ પણ  વાંચો - Ahmedabad આ વિસ્તારનો રસ્તો આજથી કાયમ માટે બંધ કરાયો

વાહનની ટક્કરે PSI પઠાણનું મોત થયું હતું

સુરેન્દ્રનગરમાં દારૂની રેડ કરવા ગયેલા પીએસઆઈ પઠાણનું અકસ્માતમાં મોત થયું હતુ જેમા વાહનની ટક્કરે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.દારૂ ભરેલી કાર અંગે બાતમી મળી હતી અને તેને લઈ પીએસઆઈ દ્રારા રેડ કરવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,પોલીસ દ્રારા હજી સુધી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો નથી.કારને રોકવા માટે SMCની ટીમે નાકાબંધી કરી હતી પરંતુ પૂરપાટ ઝડપે બુટલેગરે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.

આ પણ  વાંચો -Rajkot માં નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી લૂંટવાના કેસમાં 7 આરોપીઓ ઝડપાય

જાણો શું હતો સમગ્ર કેસ

સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં SMCના PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.

Tags :
Ahmedabad Rural LCB assignedBreaking News In GujaratiDasada policeDasada to KathadaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsJ.M. PathanLatest News In GujaratiLCBNews In Gujaratiroad accidentSMC PSI AccidentSOGState Monitoring CellState Police ChiefSurendranagar
Next Article