Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી, PM મોદી અંગે કહી આ વાત!
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil એ નવા વર્ષની પાઠવી શુભેચ્છા
- પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે : સી.આર.પાટીલ
- વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનું છે : સી.આર.પાટીલ
આજે વિક્રમ સવંત 2081 નવા વર્ષની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે (CR Patil) લોકોને નવા વર્ષની શુભેચ્છઆ પાઠવી છે. આ પ્રસંગે CR પાટીલે કહ્યું કે, દિવાળી (Diwali 2024) અને નવા વર્ષનાં આજનાં આ પર્વ નિમિત્તે સૌને ખૂબ શુભકામના પાઠવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે, જેના ફળ દેશની જનતાને મળી રહ્યા છે.
પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે : CR પાટીલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નાગરિકોને નવા વર્ષની (Happy New Year 2024) શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના (PM Narendra Modi) નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે, જેના ફળ દેશની જનતાને મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, દીપ પ્રગટાવવાનાં કારણે અંધકાર દૂર થાય છે. આથી, આપણે વિકસિત ભારતનાં સંકલ્પ માટે એક દીપ પ્રગટાવીએ. એક દીપ જળ સંચય, જળ ભાગીદારી માટે પ્રગટાવીએ. તેમણે કહ્યું કે, વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનું છે.
આ પણ વાંચો - Shaktipeeth Ambaji : નવા વર્ષના પ્રારંભે ભક્તો માના દ્વારે પહોંચ્યા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં નિવાસસ્થાને સ્નેલમિલન કાર્યક્રમ
CR પાટીલે (CR Patil) વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંકલ્પને આપણે આગળ વધારીએ. દીપ પ્રગટાવ્યા બાદ સૌના જીવનમાં રહેલા અંધકાર દૂર થાય તેવી ભગવાનને પ્રાર્થના છે. સુરતમાં (Surat) સી.આર. પાટીલે પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જણાવી દઈએ કે, કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ (Mansukhbhai Mandaviya) પણ પોતાના વતન પાલીતાણા ખાતે નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને સમગ્ર દેશવાસીઓને નવા વર્ષ અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો - CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી