Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Stone Pelting : આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે, પો. કમિશનરની શાંતિ સમિતિ સાથે બેઠક, સરકારને સોંપાયો રિપોર્ટ

તમામ આરોપીઓેને બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે સુરત પોલીસ અને પાલિકાએ સરકારને સોંપ્યો રિપોર્ટ શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ કમિશનરે કરી અપીલ સુરતનાં સૈયદપુરામાં (Sayedpura) ગણેશ પંડાલ પર પથ્થરમારાની (Surat Stone Pelting) ઘટના મામલે સુરત પોલીસ તાબડતોબ કામગીરી કરી રહી...
11:58 AM Sep 10, 2024 IST | Vipul Sen
Surat News
  1. તમામ આરોપીઓેને બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
  2. સુરત પોલીસ અને પાલિકાએ સરકારને સોંપ્યો રિપોર્ટ
  3. શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ કમિશનરે કરી અપીલ

સુરતનાં સૈયદપુરામાં (Sayedpura) ગણેશ પંડાલ પર પથ્થરમારાની (Surat Stone Pelting) ઘટના મામલે સુરત પોલીસ તાબડતોબ કામગીરી કરી રહી છે. પથ્થરમારાની ઘટનામાં સુરત પોલીસ (Surat Police) અત્યાર સુધી 28 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આજે પોલીસ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરશે. બીજી તરફ સુરત પોલીસ અને પાલિકાએ સરકારને રિપોર્ટ પણ સોંપ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટના અંગે રિપોર્ટ માગ્યો હતો.

પોલીસે સગીરો સહિત 28 આરોપીઓની ધરપકડ કરી

સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર કેટલાક વિધર્મી યુવકો દ્વારા પથ્થરમારો (Surat Stone Pelting) કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. જો કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) આદેશ બાદ સુરત પોલીસે (Surat Police) તાબડતોડ કાર્યવાહી કરી 28 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડની માગ કરાશે. ઘટના બાદ CCTV ફૂટેજ અને વાઇરલ વીડિયોઝનાં આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાં કેટલાક સગીર વયનાં કિશોર પણ સામેલ છે. પોલીસને પથ્થરમારાની ઘટનામાં સુનિયોજિત કાવતરાંની આશંકા છે. પોલીસે 6 ટીમ બનાવી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat Police : પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં અરજીઓનું વાવાઝોડું! હસમુખ પટેલે આપી ચોંકાવનારી માહિતી!

પો. કમિશનર સાથે શાંતિ સમિતિની બેઠક મળી

સૈયદપુરામાં (Sayedpura) પથ્થરમારાની ઘટનાને લઈ સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શાંતિ સમિતિનાં વિવિધ સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં પોલીસ કમિશનરે પથ્થરમારો (Surat Stone Pelting) કરનારા યુવાનોને સાચા માર્ગ પર લાવવા અપીલ કરી હતી. સાથે જ શાંતિ, સુમેળભર્યું અને કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા સૂચન પણ કર્યું હતું.

આ પણ વાંચો -  Ahmedabad Police ની વધુ એક કાબિલેદાદ કામગીરી, આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં..!

પોલીસ અને પાલિકાએ સરકારને રિપોર્ટ સોંપ્યો

સુરત પોલીસ અને પાલિકાએ સૈયદપુરા પથ્થરમારાની ઘટનામાં કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટના અંગે રિપોર્ટ માગ્યો હતો. ઘટના કેવી રીતે બની ? ઘટનામાં કોણ-કોણ સામેલ હતા ? ગણેશ પંડાલથી (Ganesh Pandal) પોલીસ ચોકી સુધી કેટલું અંતર હતું ? સૈયદપુરા પોલીસ ચોકીની બાજુમાં કેટલી ગેરકાયદે મિલકતો છે ? આ દબાણો કેટલા સમયથી છે? તે અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો - Surat: સૈયદપુરા વિસ્તારમાં ‘વરીયાવી બજાર ચા રાજા’ ના પંડાલમાં પથ્થરમારા મામલે ઝડપી કાર્યવાહી, 28 આરોપીઓ ઝડપાયા

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarsh SanghviLatest Gujarati NewsSayedpuraStones PeltingSuratSurat PoliceSurat Police Commissioner Anupamsingh GelotSurat Stone PeltingVariyali Bazarviral video
Next Article