Surat Stone Pelting : પથ્થરબાજોનું જાહેરમાં સરઘસ, આજે કોર્ટમાં રજૂ કરાશે, મંત્રી ઋષિકેશ પટેલે કહી આ વાત
- સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ આરોપીઓનું સરઘસ
- સમગ્ર વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ
- ગૃહ રાજ્યમંત્રી પળેપળની માહિતી મેળવી રહ્યા છે : ઋષિકેશ પટેલ
સુરતમાં ગઈકાલે રાતે એક શરમજનક ઘટના બની હતી. સુરતની શાંતિને ડહોળવા માટે કેટલાક વિધર્મી અસામાજિક તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો (Surat Stone Pelting) કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિસ્તારને કોર્ડન કરીને અત્યાર સુધીમાં 27 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. હવે આ હુલ્લડબાજોની પોલીસે શાન ઠેકાણે લાવી છે.
આ પણ વાંચો -Surat ની શાંતિ ડહોળનારા હુલ્લડખોરોનો જુઓ વધુ એક વાઇરલ Video
આરોપીઓનું જાહેરમાં સરઘસ, આજે કોર્ટમાં રિમાન્ડની માગ
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનામાં 27 જેટલા આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે (Surat Police) તેમનું જાહેરમાં સરઘસ કઢાયું હતું. વિસ્તારમાં હાલ અજંપાભરી સ્થિતિ છે. જો કે, પોલીસે સમગ્ર વિસ્તારને પોતાના બાનમાં લીધુ છે અને ત્યાં હાલ શાંતિનો માહોલ છે. માહિતી મુજબ, વિસ્તારમાં SRP ની ટુકડીને ઉતારવામાં આવી છે. અંદાજિત 300 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ સાથે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ રિમાન્ડની માગ કરશે.
આ પણ વાંચો - Surat : ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- ગમે એવા તાળા લગાવશે, બચી નહીં શકે..! આરોપીઓનાં હાલ બેહાલ, જુઓ Video
રાજ્યમાં શાંતિ રહે તે માટે સરકાર કામ કરે છે: ઋષિકેશ પટેલ
સુરતનાં સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની (Surat Stone Pelting) ઘટના બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ અને પેટ્રોલિંગ હાલ યથાવત છે. પંડાલની બહાર મોટી સંખ્યામાં પોલીસનાં જવાનો તૈનાત કરાયા છે. સાથે જ વિસ્તારમાં ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. વિસ્તારમાં ફરી કાંકરીચાળો ન થાય તે માટે પોલીસની સતત નજર છે. સુરતમાં પથ્થરમારાની ઘટના અંગે રાજ્ય સરકારનાં પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલનું (Rishikesh Patel) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી પળેપળની માહિતી મેળવી રહ્યા છે. રાજ્યમાં શાંતિ રહે તે માટે સરકાર કામ કરે છે. આખી રાત કોંમ્બિગની કામગીરી કરાઇ છે. કુલ 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે.
આ પણ વાંચો - Surat : મોડી રાતે સૈયદપુરામાં અજારકતાનો માહોલ, પોલીસ-નેતાઓ ઘટના સ્થળે, જાણો પળેપળનો ઘટનાક્રમ