Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: પોલીસ કમિશ્રનર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, વાહન ચાલકોને મળશે રાહત

રાજ્યમાં આગામી દિવસમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરી છે. હીટવેવને પગલે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
surat  પોલીસ કમિશ્રનર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય  વાહન ચાલકોને મળશે રાહત
Advertisement
  • સુરતમાં હિટ વેવની સ્થિતિને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય
  • લોકોને લૂથી બચાવવા ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે રહેશે બંધ
  • સુરત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો મહત્વનો નિર્ણય
  • લોકોને ગરમીથી રાહત મળે તે માટે આ નિર્ણય લેવાયો

સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાનનો પારો ઉંચકાતા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ધોમધખતા તાપમાં સુરતનાં રસ્તા પરથી રાહદારીઓ પસાર થતા હોય ત્યારે સિગ્નલ બંધ હોવાનાં કારણે વાહન ચાલકોને તડકામાં ઉભા રહેવાનો વારો આવે છે. વાહન ચાલકોને તડકામાં ન ઉભા રહેવું પડે તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.


બપોરે સિગ્નલો બંધ રહેશે

સુરતમાં આગામી દિવસમાં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. લોકોને લૂ થી બચાવવા શહેરમાં ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે બપોરે 1 થી 3.30 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ Amreli Letterkand : MLA સામે કોન્ટ્રાક્ટર, બુટલેગર, પોલીસ, અધિકારીઓ પાસે હપ્તા વસૂલીનો આરોપ

Advertisement

લોકોને ગરમીમાંથી રાહત મળે તે માટે નિર્ણય કરાયો

આ બાબતે સુરત પોલીસ કમિશ્નર દ્વારા જણાવ્યું હતું કે, તેમજ ગરમીને લઈ લોકોને ટ્રાફિક પોઈન્ટ પર ઉભું રહેવું પડતું હતું. સિગ્નલ બંધ હોવાના કારણે તડકામાં સેકાવવું પડતું હતું. ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ પોઈન્ટ પર ઊભી રહેતી હોય છે. જેને લઈને લોકોને ગરમીથી રાહત મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: પ. બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારને લઈ રજૂઆત, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ

Tags :
Advertisement

.

×