Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : કાપોદ્રામાંથી નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતું જનસુવિધા કેન્દ્ર પકડાયું

Surat Fake Documents : તમે સાંભળ્યું હશે કે ચીનમાં નકલી માલ-સામાન મોટી સંખ્યામાં બનાવવામાં આવે છે. પણ હવે તો ગુજરાતમાં એક પછી એક નકલી વસ્તુઓ, તબીબો, ટોલનાકા, ખાણી-પીણાની વસ્તુઓ પકડાઈ રહી છે. ત્યારે હવે તાજેતરમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું...
02:33 PM Mar 22, 2024 IST | Hardik Shah
Surat Fake Documents Jan Suvidha Kendra

Surat Fake Documents : તમે સાંભળ્યું હશે કે ચીનમાં નકલી માલ-સામાન મોટી સંખ્યામાં બનાવવામાં આવે છે. પણ હવે તો ગુજરાતમાં એક પછી એક નકલી વસ્તુઓ, તબીબો, ટોલનાકા, ખાણી-પીણાની વસ્તુઓ પકડાઈ રહી છે. ત્યારે હવે તાજેતરમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે. જણાવી દઇએ કે, સુરતના કાપોદ્રામાં દોઢ વર્ષથી ચાલતું હતું.

નકલી સરકારી ડોક્યુમેન્ટ પકડાયું

રાજ્યમાં સતત નકલી શબ્દો ચર્ચામાં રહે છે. નકલી ઘી, સરકારી કચેરી, તબીબ, ખાણી-પીણીની વસ્તુઓ એક પછી એક પકડાઈ રહી છે. હવે સુરતના કાપોદ્રાના જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં નકલી સરકારી ડોક્યુમેન્ટ (Surat Fake Documents) બનાવવામાં આવી રહ્યું હતું. આ નકલી જનસુવિધા કેન્દ્ર પર નાયબ મામલતદારે પોલીસ સાથે રેડ પાડી હતી. આ કેન્દ્રમાંથી આધારકાર્ડ, વેરાબિલ, દાખલા બનાવવાની ઘણી ફાઈલો જપ્ત કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી આ નકલી જનસુવિધા કેન્દ્ર ચાલી રહ્યું હતું ત્યારે આ સમયગાળામાં કેટલા લોકોના નકલી ડોક્યુમેન્ટ (Surat Fake Documents) બન્યા હશે તે એક મોટો સવાલ છે. પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. મળેલી માહિતીના આધારે પુણા મામલતદારે કાપોદ્રા અને પુણા પોલીસને સાથે રાખી અહીં છાપો મારતા ઢગલા બંધ આધારકાર્ડ જન્મના દાખલા અને બોગસ વેરાબિલ સહિત સરકારી આધાર પુરાવાઓ મળી આવતા નકલી જન સુવિધા કેન્દ્ર કચેરીના ધારક નિકુંજ દુધાતની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

જન્મના દાખલાથી લઈ આધારકાર્ડ, પાનકાર્ડ બનાવી આપવામાં આવતા

સુરતમાં આ નકલી જન સુવિધા કેન્દ્રના ધારક દ્વારા 500 રૂપિયાથી વધુની તગડી રકમ વસૂલી લોકોને જન્મના દાખલાથી લઈ આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ અન્ય સરકારી પુરાવાઓ બનાવી આપવામાં આવતા હતા. જે માહિતી સુરતના પુણા મામલતદારને મળી હતી. ગતરોજ પુના મામલતદાર રોશની પટેલને આ બાબતની જાણકારી મળતા પુણા પોલીસનો સંપર્ક કરાયો હતો. જે બાદ પુણા પોલીસે કાપોદ્રા પોલીસની મદદથી યોગીચોક ખાતે આવેલા જલારામ કોમ્પ્લેક્સને અંદર ભગવતી કન્સલ્ટન્સી અને જન સુવિધા કેન્દ્રમાં છાપો માર્યો હતો. જેમાં કોઈપણ સરકારી વિભાગની પૂર્વ મંજૂરી વિના નિકુંજ દુધાત નામના શખ્સ દ્વારા અહીં આવેલા નકલી જન સુવિધા કેન્દ્રની અંદર લોકોને રૂપિયા 500થી લઈ રૂપિયા 600 સુધીની રકમ વસૂલી બોગસ જન્મના દાખલા, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિત સરકારી પુરાવાઓ બનાવી આપવામાં આવતા હોવાની હકીકત સામે આવી હતી. નકલી જન સુવિધા કેન્દ્રના ધારક નિકુંજ દુધાતની ઓફિસમાં રહેલા લેપટોપ અને કોમ્પ્યુટરની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસમાં કોમ્પ્યુટરમાંથી અલગ અલગ 27 જેટલી ફાઈલો અને PDF ઉપરાંત અલગ અલગ ડોક્યુમેન્ટના ફોર્મેટ મળી આવ્યા હતા. બીજી તરફ ઢગલા બંધ બોગસ આધારકાર્ડ સહિતના પુરાવાઓ પણ પોલીસના હાથે લાગ્યા હતા. જે તમામ પુરાવાઓ અંગેની ઝીણવટ ભરી રીતે તપાસ કરતા બોગસ હોવાનું સામે આવ્યું હતું.

નકલી ડૉક્ટર પકડાયો

ઉલ્લેખનીય છે કે, ગત દિવસમાં જુનાગઢના કેશોદની સરકારી હોસ્પિટલમાંથી એક નકલી ડૉક્ટર ઝડપી પાડવામાં આવ્યો છે. આ નકલી ડોક્ટર એક ગાયનેક છે. અત્યાર સુધીમાં આ ગાયનેક ડોક્ટરે ખોટી રીતે ઘણી સિઝેરિયન ડિલેવરી કરી છે. આ નકલી ગાયનેક ડોક્ટરનું નામ મહેશકુમાર યાદવ છે. જેની ઘણીવાર ફરિયાદ કરવામાં આવી છતા તેના વિરુદ્ધ હોસ્પિટલ સત્તાવાળાએ કોઇ પગલા ન લીધા હતા. તેટલું જ નહીં એક મહિલા કે જેનું પેટની કોથળી કાઢવા ઓપરેશન કર્યું હતું જે દરમિયાન તેણે યુરિનની કોથળીમાં ભુલથી ટાંકા લઇ લીધા હતા. જેના કારણે મહિલાની યુરિન કોથળીમાં કાણું પડી જતા સતત યુરિન નહીં જતું હોય 1 વર્ષથી મહિલાની હાલત કફોડી બની છે. આવા ઘણા કિસ્સાઓ છેલ્લા ઘણા દિવસોથી સામે આવ્યા છે. જે ગુજરાતની જનતા માટે મોટી મુસિબત સમાન છે.

આ પણ વાંચો -  લો બોલો..! સરકારી હોસ્પિટલમાં ઝડપાયો નકલી ગાયનેક ડોક્ટર, તંત્ર ઊંઘતું રહ્યું

આ પણ વાંચો - Kheda : કો.ઓ. ક્રેડિટ સોસાયટીને 250 તોલા નકલી સોનું પધરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો - Kutch Fake Tollbooth : નકલી ટોલનાકા કૌભાંડમાં તપાસના આદેશ, મોટા માથાઓના નામ સામે આવે તેવી વકી

Tags :
fake government documentsGujaratGujarat FirstGujarat NewsGujarati NewsJan Suvidha KendraKapodraSuratSurat news
Next Article