Surat : ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 'જળસંચય અભિયાન' નો શુભારંભ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા
- સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 'જળસંચય અભિયાન' નો શુભારંભ
- આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે
- CM, CR Patil, હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓ હાજર રહ્યા
સુરતમાં (Surat) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ થયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ચ્યુઅલી જોડાયા હતા. સાથે કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ (Harsh Sanghvi) સંઘવી સહિત વિવિધ નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Gujarat CM ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેની CGDCR માં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા 'જળસંચય અભિયાન' નો શુભારંભ
રાજ્યનાં લોકોમાં જળસંચય પ્રત્યે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્ય સાથે સુરતનાં (Surat) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા 'જળસંચય અભિયાન' નો (Jalsanchay Abhiyan) શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. જ્યારે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR. Patil), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી, CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ અને કુંવરજી બાવળિયાએ સંબોધન આપ્યું હતું.
ગુજરાતનાં લોકોનો એક સ્વભાવ છે, સંકટનાં સમયે એકબીજાની સાથે રહે છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 'જળશક્તિ અભિયાન'માં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. તેમણે સંબોધન આપતા કહ્યું કે, દેશભરમાં વર્ષાનું તાંડવ જોવા મળ્યું છે, જેના કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, મેં ક્યારેય એવો વરસાદ અને તાંડવ જોયો નથી. ક્યારેય વિચાર્યું નહોતું કે પ્રકૃતિ સામે ગુજરાત ટકી શકશે. પરંતુ, ગુજરાતનાં લોકોનો એક સ્વભાવ છે કે સંકટનાં સમયે એકબીજાની સાથે રહે છે. તેમણે કહ્યું કે, આ એક પ્રયાસ નહિ પણ પુણ્ય છે. આ એક ઉત્તરદાયિત્વ પણ છે. પાણીનો પ્રશ્ન જીવનનો અને માનવતાના ભવિષ્યનો છે. એટલા માટે અમે ભવિષ્યને વિચારીને નવ સંકલ્પ નક્કી કર્યા છે, જેમાં પ્રથમ 'જળ સંકલ્પ' છે. આ સંકલ્પમાં વધુ એક પ્રયાસ સાર્થક થવા જઈ રહ્યો છે. આ અભિયાનમાં (Jalsanchay Abhiyan) ભાગ લેવા જઈ રહેલા લોકોને હું અભિનંદન પાઠવું છું.
Surat : જળસંચય જનભાગીદારી યોજનામાં PM MODI નું સંબોધન। Gujarat First@narendramodi @CRPaatil @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh #Surat #pmmodi #crpatil #cmbhupendrapatel #harshsanghvi #JalsanchayYojana #PMModiInitiative #WaterConservation #Janbhagidari #WaterForFuture… pic.twitter.com/yTd5cMnxJI
— Gujarat First (@GujaratFirst) September 6, 2024
પીએ મોદીએ (PM Narendra Modi) આગળ કહ્યું કે, આપણા દેશમાં નદીઓને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સંબંધ હજારો વર્ષ પહેલાથી છે. તમામ પ્રાણીઓ જળથી ઉત્પન્ન થયા છે અને જળથી જ જીવિત છે. જળ સંકટ સામેની સમસ્યા સામે દરેક દુનિયાનાં લોકોએ આગળ ઊભા રહેવું પડશે. પહેલા સૌરાષ્ટ્રની શું સ્થિતિ હતી તે આપને ખ્યાલ જ છે. પીએમ મોદીએ કહ્યું કે, પાણી સમિતિમાં મહિલાઓએ કમાલ કરી, ખૂબ જ શાનદાર કામ કરી રહી છે. 'જળ શક્તિ અભિયાન' એક રાષ્ટ્રીય મિશન બની ચૂક્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયથી એક ડગલું આગળ વિચારે છે : CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયથી એક ડગલું આગળ વિચારે છે. તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની 5 મી આર્થિક તાકાત બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિચારોનાં કારણે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિચારોની સાથે હવે ભારત સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ઔદ્યોગિક અને આર્થિક વિકાસનાં કારણે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને એગ્રિકલ્ચર ક્ષેત્રે અગ્રેસર છે. પાર્યાવરણ સંકટ, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને પહોંચી વળવા માટે વડાપ્રધાને આપણને મિશન લાઇફનો સંદેશો આપ્યો છે. 'એક પેડ માં કે નામ' જેવા પરિવર્તનકારી વિચાર આપીને તેમણે દેશમાં ગ્રીન કવર વધારીને ગ્રીન ગ્રોથ તરફ આગળ વધવાની દિશા આપી છે.
આ પણ વાંચો - Rajkot : પોલીસ કમિશનરે એક સાથે 8 PI ની આંતરિક બદલીનો કર્યો આદેશ, જાણો કોનું ક્યાં થયું ટ્રાન્સફર ?
PM મોદીની અપેક્ષાઓને પૂર્ણ કરવી ખૂબ જ વિકટ લાગતી હતી : CR પાટીલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR. Patil) તેમના સંબોધનમાં કહ્યું કે, જળ શક્તિ મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ એક ચિંતાનો વિષય હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપેક્ષાઓને પૂર્ણ કરવી ખૂબ જ વિકટ લાગી રહી હતી. પરંતુ, લોકોનો સાથ-સહકાર મળતા હવે આ શક્ય લાગી રહ્યું છે. મુખ્યમંત્રીની આગેવાની હેઠળ 'નલ સે જલ' નું 95 ટકા કામ હાલ પૂર્ણ થયું છે તે બદલ હું અભિનંદન પાઠવું છું. સી.આર. પાટીલે આગળ કહ્યું કે, પહેલા બહેનોએ પાણી માટે દૂર જવું પડતું હતું. કલાકોનો સમય બહેનોનો બગડતો હતો. પરંતુ, આવા કાર્યક્રમો થકી મહિલાઓને શક્તિ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સી.આર. પાટીલે (CR. Patil,) કહ્યું કે, 'નલ સે જલ' યોજના થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જે કાર્ય કર્યા છે તે આપના સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. રાજ્યમાં એગ્રીકલ્ચર માટે પણ પાણીનો ઘણો ઉપયોગ થાય છે. નર્મદા યોજના થકી દરેક ગામડાઓ સુધી પાણી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે. કચ્છની બોર્ડર પર દેશની સુરક્ષા કરી રહેલા જવાનો સુધી પણ આ પાણી પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વડાપ્રધાને હાથમાં લીધેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશની નદીઓનાં લેવલનાં કામો પણ હવે પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મોટાભાગની નદીઓ પર ડેમ બની ચૂક્યા છે. ડેમની પાછળ જે શક્તિ છે તેની પાછળ ઘણો રૂપિયો અને કામ લાગે છે. જે જમીન પર ડેમ બનાવવામાં આવે છે ત્યાં કેટલાક સ્થાનિક લોકોનો વિરોધ પણ થતો હોય છે એ લોકોને પણ મનાવવા પડતા હોય છે. સી.આર. પાટીલે કહ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત અને આપણો દેશ પાણી માટે એક મોડલ બનશે.
નરેન્દ્રભાઈ મોદીએ પાણીદાર ગુજરાતની શરૂઆત કરી : કુંવરજી બાવળિયા
તેમણે કહ્યું કે, પહેલા ગુજરાતમાં પાણી માટેની સ્થિતિ કફોડી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં સંદર્ભમાં પીવાનાં પાણીની અનેક સમસ્યાઓ ઊભી થતી હતી. નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) પાણીદાર ગુજરાતની શરૂઆત કરી હતી. હવે ગુજરાત સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે તેના સૌ ગુજરાતીઓ સાક્ષી છે. તેમણે કહ્યું કે, ગુજરાતનાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં (Kutch) જે હરિયાળી આવી તે પ્રધાનમંત્રીને આભારી છે. પાણીનું જે ઊંડું ગયું હતું તેને ઊંચે લાવવા માટેનાં જે પ્રયત્નો છે તે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયાએ આગળ કહ્યું કે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેના કારણે રાજ્યનાં સૂકા બોરને રિચાર્જ કરવાનું કાર્ય કરાશે. 10 હજાર જેટલા બોર સુકાઈ ગયા હતા તેને રિચાર્જ કરવાનું કાર્ય આ વખતે કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - Kheda : 13 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની આકરી સજા અને દંડ