સુરતના મોલમાં લાગી વિકરાળ આગ, મોલના 3 માળે અનેક લોકો ફસાયેલા
- આ ઘટનામાં બે લોકોના મોત થયાની જાણકારી
- ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હોય અનુમાન
- પ્રત્યક્ષદર્શીઓએ ફાયર વિભાગને જાણકારી આપી
Surat fire accident : સુરતમાં ફરી એકવાર ભયાવહ આગની ઘટના સર્જાય હતી. આ ઘટનાના કારણે ઘટનાસ્થળ સહિત સુરતમાં ચોતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તે ઉપરાંત સમગ્ર સુરત શહેરમાં ફાયર વિભાગની ગાડીઓના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. જોકે આ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પરંતુ આ આગને કાબૂમાં મેળવતા પહેલા અનેક કલાકો સુધી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઘટનાસ્થળ ઉપર આ આગને કાબૂમાં મેળવવા માટે આશરે 10 ફાયર વિભાગની ગાડીઓ હાજર હતી.
આ ઘટનામાં બે લોકોના મોત થયાની જાણકારી
મળતી માહિતી મુજબ, આ ઘટના સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની છે. હાલમાં ઘટના સ્થળે 10 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આ બિલ્ડીંગના ત્રીજા માળે કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તે ઉપરાંત આ ઘટનામાં બે લોકોના મોત થયાની જાણકારી સામે આવી રહી છે. અને આ બંને મૃતદેહ મહિલાઓના સામે આવ્યા છે.
આ પણ વાંચો: સુરત મનપાએ દિવ્યાંગની માતાનું ઘર તોડી પાડતા અધિકારીઓને નોટીસ ફટકારી
ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હોય અનુમાન
જોકે આ ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જીમની ઉપર સ્પામાં ફસાયેલી બે મહિલાઓ આગની ઘટનાના કારણે મોત થયા છે. ત્યાં જ આ ઘટના બનતા મોલમાં આવેલા સ્પા એન્ડ જીમમાં 2 મહિલાના મોત થયા છે. બીજી તરફ આગ લાગતા ત્રણ જેટલા લોકો જીવબચાવી ભાગી ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ ફાયર વિભાગને જાણકારી આપી
ઘટનાની જાણ થતાં પ્રત્યક્ષદર્શીઓએ ફાયર વિભાગ અને 108 ની ટીમને ફોન કરીને જાણકારી આપી હતી. જે બાદ 108 અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. હાલમાં ઘટનાસ્થળે ફાયર વિભાગની ગાડી આ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીને કર્યા નિવૃત્ત