Surat : આશીર્વાદ મહોત્સવમાં CR પાટીલે કહ્યું - જળસંચય માટે જનભાગીદારીએ જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ..!
- SURAT ના લીંબાયત સ્થિત મેદાનમાં આશીર્વાદ મહોત્સવનું આયોજન
- વડાપ્રધાને 'કેચ ધ રેઈન' કાર્યક્રમની શરૂઆત કરી હતી : CR પાટીલ
- જે દેશ માટે કામ કરે તેને સાથ આપવો જોઈએ : રવિશંકર મહારાજ
સુરતનાં (Surat) લીંબાયત વિસ્તારમાં આવેલા મેદાનમાં આશીર્વાદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શ્રી રવિશંકર મહારાજના આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન CR પાટીલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021 માં 'કેચ ધ રેઈન' કાર્યક્રમની (Catch the Rain) શરૂઆત કરી હતી. જળસંચય માટે જન ભાગીદારી એ જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. જ્યારે શ્રી શ્રી રવિશંકર મહારાજે કહ્યું હતું કે, યુરોપને પછાડી ભારત આગળ વધ્યું છે.
વડાપ્રધાને 'કેચ ધ રેઇન' કાર્યક્રમની શરૂઆત કરી હતી : CR પાટીલ
સુરતનાં (Surat) લીંબાયત વિસ્તારમાં નીલગીરી સ્થિત મેદાનમાં 'આશીર્વાદ મહોત્સવ વીથ શ્રી શ્રી રવિ શંકર મહારાજ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ (CR Patil) પણ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, જ્યાં અવશક્યતા હોય તે સ્થળ નક્કી કરી કામ કરવું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) સ્વભાવ છે. યમુના નદીને નુકસાન ન થાય તેની ચિંતા વડાપ્રધાને કરી છે, જે દેશનાં સૌ લોકો જાણે છે. CR પાટીલે આગળ કહ્યું કે, વડાપ્રધાને માર્ચ-2021 માં 'કેચ ધ રેઇન' કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો - Gondal : તીર્થધામ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અન્નકૂટોત્સવની ઉજવણી
'જળસંચય એ જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ'
CR પાટીલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નક્કી કર્યું હતું કે જળસંચય એ જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. આથી, સુરત (Surat) શહેરમાં ગુજરાત મોડલ પર કામ કરવામાં આવ્યું. સુરત શહેરમાં રહેતા રાજસ્થાનનાં વેપારીઓએ રાજસ્થાનનાં 40 હજાર ગામડાઓમાં 1.60 લાખ બોર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જ્યારે મધ્યપ્રદેશમાં 14 હજાર બોર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. બિહારનાં 5 જિલ્લાનાં તમામ ગામડાઓમાં પણ બોર બનાવવાનો નિર્ણય કરાયો છે. સી.આર. પાટીલે (CR Patil) આગળ કહ્યું કે, મોદી સાહેબનો જે લક્ષ્ય છે તે અમે પૂરો કરવા માંગીએ છે. રવિશંકર મહારાજનું યોગદાન મળી રહે તો દેશનાં ક્યાંય પણ ખૂણે પાણીની અછત નહીં થાય.
આ પણ વાંચો - Kheda : ડાકોરમાં વર્ષો જૂની અન્નકૂટ લૂંટવાની પરંપરા આજે પણ યથાવત
યુરોપને પછાડી ભારત આગળ વધ્યું છે: રવિશંકર મહારાજ
બીજી તરફ શ્રી શ્રી રવિશંકર મહારાજે (Sri Sri Ravi Shankar Maharaj) કહ્યું કે, સુરતનો ચહેરો પહેલા કરતા બદલાઈ ગયો છે. સુરતની સૂરત બદલાઈ ગઇ છે. પરંતુ, અહીંના લોકોના ભાવ નથી બદલાયો. તેમણે કહ્યું કે, આખા દેશમાં ગુજરાતીઓ રાજ કરે છે. સમગ્ર દેશને ચમકાવી દેવામાં આવ્યો છે. આજે ભારત દુનિયાભરમાં આગળ ઉભરીને આવ્યું છે. યુરોપને પણ પાછળ પાડી ભારત આગળ આવ્યું છે. ભારતની આટલી મોટી ઉપલબ્ધિ દુનિયા માટે અસંભવ છે. આટલી બધી ઉપલબ્ધિઓ માત્ર 10 વર્ષની અંદર હાંસલ કરવામાં આવી છે. જ્યારે વધુનાં 10 વર્ષની અંદર ભારત નંબર વન પર પહોંચી જશે. જે વ્યક્તિ દેશને પ્રગતિનાં પંથે લઈ જાય તેવા વ્યક્તિ જોડે સૌ કોઈએ સાથ આપવો જરૂરી છે. શ્રી શ્રી રવિ શંકર મહારાજે આગળ કહ્યું કે, CR પાટીલ પાણી માટેની એક ક્રાંતિ લાવ્યા છે. આ પ્રકારની ક્રાંતિ સમગ્ર દેશભરમાં આવી જોઈએ. 'આર્ટ ઓફ લિવિંગ' (Art of Living) સંસ્થાએ પણ 75 નદીઓને પૂર્ણજીવિત કરી છે. સાથે જ હજારો જળાશયોને જીવિત કર્યા છે. આ તમામ પ્રયાસ યુવા કાર્યકર્તાઓએ કર્યો છે. આ બધું સફળ જન ભાગીદારીથી થયું છે. જળ એ જ જીવન છે.
આ પણ વાંચો - Happy New Year : નવા વર્ષ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન