Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ નાના ભૂલકાંનાં હાથમાં થમાવ્યું... જુઓ જોખમી વાઇરલ Video

Surat નાં વાઇરલ વીડિયો સામે લોકોમાં રોષ માસૂમ બાળકનાં હાથમાં ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ થમાવ્યું રિક્ષાચાલકની ઘોર બેદરકારીનો વીડિયો વાઇરલ થયો વીડિયો અંગે Gujarat First પૃષ્ટિ કરતું નથી સુરતમાંથી (Surat) ચિંતા વધારતો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં નાના...
surat   ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ નાના ભૂલકાંનાં હાથમાં થમાવ્યું    જુઓ જોખમી વાઇરલ video
  1. Surat નાં વાઇરલ વીડિયો સામે લોકોમાં રોષ
  2. માસૂમ બાળકનાં હાથમાં ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ થમાવ્યું
  3. રિક્ષાચાલકની ઘોર બેદરકારીનો વીડિયો વાઇરલ થયો
  4. વીડિયો અંગે Gujarat First પૃષ્ટિ કરતું નથી

સુરતમાંથી (Surat) ચિંતા વધારતો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં નાના માસૂમ બાળકનાં હાથમાં ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ જોવા મળે છે. વીડિયોમાં ઓટો રિક્ષાચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ આ વીડિયોને (Stunt Viral Video) લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Advertisement

આ પણ વાંચો - Surat : વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પરિવારના ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ

રિક્ષાચાલકની ગંભીર બેદરકારીનો વીડિયો વાઇરલ

સોશિયલ મીડિયા (Social Media) પર આશ્ચર્ચજનક અને જોખમી સ્ટંટના વીડિયો વાઇરલ થતા હોય છે. ત્યારે સુરતમાંથી (Surat) એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેને જોઈ લોકો રોષે ભરાયા છે. આ વાઇરલ વીડિયોમાં નાના બાળકનાં હાથમાં ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ જોવા મળે છે. જ્યારે, રિક્ષાચાલક પાછળ બેઠેલો દેખાય છે. રિક્ષાની નજીકમાંથી પસાર થતાં વાહનચાલકે રિક્ષા ડ્રાઇવરની આ ઘોર બેદરકારીને મોબાઇલમાં કેદ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Surat : વિચિત્ર અકસ્માત! BRTS ની રેલિંગ કૂદીને યુવક બાઇકચાલક સાથે અથડાયો, બંનેનાં મોત

Advertisement

ચાલકે માસૂમ બાળકનાં હાથમાં થમાવ્યું ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ

જો કે, વાહનચાલકને મોબાઇલમાં વીડિયો ઉતારતા જોઈ ચાલક ચાલુ રિક્ષામાં બાળકની પાસે આવી ડ્રાઇવર સીટ પર બેસી જાય છે. જાહેર માર્ગ પર આ પ્રકારે જોખમી સ્ટંટ કરી નાના બાળક અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનારા રિક્ષાચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સોશિયલ મીડિયા (Social Media) પર લોકો કરી રહ્યા છે. ત્યારે આ વીડિયો સામે આવતા પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચો - 'Eco Sensitive Zone' સામે હલ્લાબોલ! તાલાલામાં હજારો મહિલા, ખેડૂતોની 'મહારેલી', મેંદરડામાં 'મહાસભા'

Tags :
Advertisement

.