Surat : 15 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર 19 વર્ષીય કુટુંબી ભાઈને સખત સજા
- દુષ્કર્મક કેસમાં 19 વર્ષીય યુવકને 20 વર્ષની સજા
- 15 વર્ષીય સગીરાનું કુટુંબી ભાઈએ અપહરણ કર્યું
- વડોદરા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું
ગુજરાતમાં (Gujarat) મહિલા સુરક્ષા વધુ સુરક્ષિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ગૃહ વિભાગ (Gujarat Home Department), સરકાર અને પોલીસની ઈચ્છાશક્તિથી હવે દુષ્કર્મ જેવા જઘન્ય કેસોમાં પીડિતાઓ અને તેમના પરિવારોને ઝડપી ન્યાય મળી રહ્યો છે. દરમિયાન, દુષ્કર્મનાં વધુ એક કેસમાં આરોપીને કોર્ટે કડક સજા કરી છે. બળાત્કારનાં કેસમાં 19 વર્ષીય યુવકને 20 વર્ષની આકરી સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો -Gujarat : દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં બે નરાધમોને કોર્ટે ફટકારી આકરી સજા અને દંડ, વાંચો વિગત
કુટુંબી ભાઈએ પ્રેમજાળમાં ફસાવી વડોદરા ભગાડી ગયો
વિગતે વાત કરીએ તો, સુરતનાં (Surat) ડભોલી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા ઓનલાઇન કુરિયર કંપનીમાં નોકરી કરતી હતી. સગીરા મૂળ યુપીનાં અને છોટાઉદેપુરમાં (Chotaudepur) રહેતા 19 વર્ષીય કુટુંબી ભાઈ રાહુલ વસાવાની સાથે મોબાઇલનાં માધ્યમથી સંપર્કમાં હતી. અવારનવાર બંને એકબીજા સાથે વાતો કરતા હતા. દરમિયાન, કુટુંબી ભાઈએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપીને વડોદરા (Vaodara) ભગાડીને લઈ ગયો હતો.
આ પણ વાંચો - Surat : વાલીઓ માટે લાલબત્તી સામન કિસ્સો, માતા ઘરકામમાં હતી, દોઢ વર્ષનું બાળક રમતું હતું અને..!
સગીરાની માગ કરી શારિરીક સંબંધ બાંધ્યા
વડોદરામાં રોહીશાળા ગામમાં સગીરાની માંગ ભરી રાહુલે શારિરીક સંબંધ બાંધ્યો હતો. બીજી તરફ, ઓફિસેથી સગીરા ઘરે પરત ન ફરતા પરિવારને શંકા જતાં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં (Singanpore Police Station) રાહુલ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા આરોપી સગીરાને વડોદરા લઈ ગયો હોવાની જાણ થતાં બંનેને વડોદરામાંથી ઝડપી પાડ્યા હતા. આ મામલે કેસ ચાલી જતાં સુરત કોર્ટે (Surat Court) તમામ પુરાવા, સાક્ષીઓનાં આધારે આરોપી રાહુલને દોષી ઠેરવી 20 વર્ષની આકરી જેલની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને રૂ. 75 હજાર ચુકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ પણ કર્યો છે.
આ પણ વાંચો - Ahmedabad Police ની વધુ એક કાબિલેદાદ કામગીરી, આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં..!