Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિદ્યાર્થી નેતાનો પડકાર, જેલમાં નાખી દેશો તો પણ હું સચ્ચાઈ માટે લડતો રહીશ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છવાયેલા છે. જ્યારે આજે ફરી યુવરાજસિંહ લાઈવ થઈને મોટા ઘટસ્ફોટો કર્યા છે. છેલ્લા 12 વર્ષમાં કેટલાય મોટા કૌભાંડો રાજ્યમાં થયા છે જેની તપાસ ન કરી માત્ર મે પૈસા લીધા છે કે નહિ...
વિદ્યાર્થી નેતાનો પડકાર  જેલમાં નાખી દેશો તો પણ હું સચ્ચાઈ માટે લડતો રહીશ
Advertisement

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છવાયેલા છે. જ્યારે આજે ફરી યુવરાજસિંહ લાઈવ થઈને મોટા ઘટસ્ફોટો કર્યા છે. છેલ્લા 12 વર્ષમાં કેટલાય મોટા કૌભાંડો રાજ્યમાં થયા છે જેની તપાસ ન કરી માત્ર મે પૈસા લીધા છે કે નહિ તે સાબિત કરવા માટે લોકો મારા પાછડ લાગી ગયા છે.

32 વર્ષનો યુવાને બિન સચિવાલયમાં ગેરરીતિ થઈ તે અંગે માહિતી આપી હતી પરંતુ સરકાર કહે છે કે આ માહિતી ખોટી છે. આધાર પુરાવા આપ્યા છતાં પણ સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી. પરંતુ પુરાવા બાદ સરકાર સ્વીકારે છે કે હા ગેરરીતિ થઈ છે.

Advertisement

જુઓ વીડિયો

Advertisement

જૂનિયર ક્લાર્કમાં પણ અમારી પાસે જે બાતમી હતી એના આધારે અમે કીધું હતું કે જૂના એજન્ટો એક્ટિવ થયા છે અને એમ ઉઘરાણા કરી રહ્યા છે. તેમાં પણ પેપર ફૂટવાની સંભાવના છે. જ્યારે વાત મૂકી ત્યારે સરકારે કીધું કે આવી કોઈ માહિતી જ નથી અને કશું જ થવાનું નથી. પેપર લેવાના થોડાક કલાકો અગાઉ એવું જાણવા મળે છે કે આ પેપર ફૂટી ગયું છે.

યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, મને જેલમાં નાખી દેશો તો પણ હું સચ્ચાઈ માટે લડતો રહીશ અને કૌભાંડીઓના નામ બહાર લાવતો રહીશ. હજુ પણ ફોરેસ્ટમાં અને અન્ય મોટા કૌભાંડો અંગે હું પુરાવા શોધી રહ્યો છું અને આગામી સમયમાં તેમા પણ મોટા કૌભાંડો બહાર આવશે તેવું યુવરાજસિંહે ઉમેર્યું હતું.

Tags :
Advertisement

.

×