Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat પથ્થરમારાના સ્થળે ફરી વળ્યું બુલ્ડોઝર, પથ્થરમારો કરનારાની ખેર નથી

Surat : સુરતના સૈયદપુરામાં (Surat Saiyedpura) વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરો દ્વારા પથ્થરમારો (Stone pelting) કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. રાત્રે 9 વાગ્યા બાદ રિક્ષામાં આવેલા આ શખ્સો...
04:59 PM Sep 09, 2024 IST | KRUTARTH JOSHI
surat stone pelting

Surat : સુરતના સૈયદપુરામાં (Surat Saiyedpura) વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરો દ્વારા પથ્થરમારો (Stone pelting) કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. રાત્રે 9 વાગ્યા બાદ રિક્ષામાં આવેલા આ શખ્સો દ્વારા પથ્થરમારો (Stone pelting) કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા તમામને ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસને સોંપી દેવાયા હતા. તમામને પોલીસ (Surat Police) દ્વારા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જો કે હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર આવેલી સૈયદપુરા પોલીસ (Saiyedpura Police) ચોકીને ઘેરી લીધી હતી. ટોળા વિખેરવા માટે પોલીસ દ્વારા 10 થી વધારે ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : VADODARA : ગણેશજી મૂર્તિ ઉપર ઘનશ્યામ મહારાજને સ્થાન આપતા આક્રોષ

પોલીસ કમિશ્નરે પોતે મોરચો સંભાળ્યો

ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં તંગદિલી વચ્ચે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નરે જાહેર કરેલા આંકડાઓ અનુસાર કૂલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. ભારેલા અગ્નિ વચ્ચે શાંતિ વ્યાપી છે.

આ પણ વાંચો : DGP ની અસામાજિક તત્વોને ચેતવણી, રાજ્યમાં અશાંતિ સર્જનાર....

વડોદરા કોર્પોરેશનની પણ આક્રામક કામગીરી

બીજી તરફ વડોદરા કોર્પોરેશન દ્વારા બિનકાયદેસર બાંધકામોની યાદી બનાવીને બિનકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૈયદપુરામાં આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ ચોકીની આસપાસના બિનકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોમાં આ કાર્યવાહીના પગલે ફફડાટ વ્યાપ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : GST Meeting:GSTકાઉન્સિલની મળી બેઠક, આ મુદ્દા પર થઈ ચર્ચા

સ્થાનિકોની લાંબા સમયથી હતી દબાણ હટાવવાની માગ

ગઇકાલે ગણપતિ મંડપમાં થયેલી ઘટના બાદ આસપાસના હિંદુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરવામાં આવી હતી. બુલડોઝર બુલડોઝરના નારા પણ લગાવ્યા હતા. જેના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અસામાજિક તત્વો સામે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં જે પ્રકારે કાર્યવાહી કરાય છે તે સ્ટાઇલથી કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં આ કાર્યવાહી સમગ્ર વિસ્તાર અને સમગ્ર શહેરમાં પણ કરવામાં આવે તો નવાઇ નહીં. લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચો : Haryana Assembly Election : કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે AAP એ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

દબાણ હટાવવાની કામગીરી શરૂ

આ અંગે ડીસીપીએ જણાવ્યું કે, આજે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી માંગ અનુસાર પોલીસ ટુકડીઓ તેમને ફાળવવામાં આવી છે. નાગરિકોને વાહન વ્યવહારને કોઇ અસર ન થાય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે કોઇ અસામાજિક કે તોફાની તત્ત્વ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ફરીવાર છમકલુ ન કરે.

આ પણ વાંચો :Surat Stone Pelting : મેયર, પો. કમિશનર સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક, સૈયદપુરામાં દબાણો દૂર કરાયાં

Tags :
Ganesh Chaturthi 2024Gujarat NewsGujarat PoliceGujarat Stone PeltingGujarat Stone Pelting NewsGujarati NewsGujarati Samacharlatest newsStone pelatingstone peltingSuratSurat newsSurat PoliceSurat Stone PeltingSurat syedpuraTrending News
Next Article