ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું Statue of Unity, જુઓ અદભુત Video

'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર સુંદર લાઇટિંગથી શણગાર દિવાળી પહેલા જ રોશનીથી ઝળહળ્યું ઊઠ્યું SOU વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત શણગાર કરાયો 31 ઓક્ટો. એ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે નર્મદા (Narmada) જિલ્લાનાં કેવડિયા ખાતે દેશનાં 'લોખંડી પુરુષ' તરીકે જાણીતા સરદાર...
01:31 PM Oct 15, 2024 IST | Vipul Sen
  1. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર સુંદર લાઇટિંગથી શણગાર
  2. દિવાળી પહેલા જ રોશનીથી ઝળહળ્યું ઊઠ્યું SOU
  3. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત શણગાર કરાયો
  4. 31 ઓક્ટો. એ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે

નર્મદા (Narmada) જિલ્લાનાં કેવડિયા ખાતે દેશનાં 'લોખંડી પુરુષ' તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળી પહેલા કેવડિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પણ રંગબેરંગી લાઇટોથી ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ આ શણગાર કરાયો છે.

આ પણ વાંચો - Bharuch : ચાલુ કાર્યક્રમમાં સાંસદ Mansukh Vasava એ ગુમાવ્યો પિત્તો! અધિકારીઓ પર વિફર્યા! જુઓ Video

સ્ટેચ્યુ ઓફ યુનિટી, સર્કિટ હાઉસને રંગબેરંગી રોશનીથી શણગાર

કેવડિયા (Kevadia) ખાતે આવેલા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ને (Statue of Unity) જોવા માટે દેશ-વિદેશમાંથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીં દરરોજ 10 હજારથી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે હાલ ચાલી રહેલાં વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી', સર્કિટ હાઉસ સહિતની ઇમારતોને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે. PM મોદીએ 7 ઓક્ટોબર, 2001 નાં રોજ ગુજરાતનાં 14 માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ગુજરાતનાં CM થી દેશનાં PM બન્યા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અનેક પડકારો વચ્ચે વિકાસયાત્રાને ધબકતી રાખી છે.

આ પણ વાંચો - અંકલેશ્વર બાદ Dahod માં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું, દિલ્હી DRI ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા!

વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ વિશેષ શણગાર

સેવા ક્ષેત્રે તેમનાં 23 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ને વિવિધ રંગબેરંગી સુંદર લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે. સુંદર રોશનીથી ઝળહળી રહેલા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નાં કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જે ખૂબ જ અદભુત છે. જણાવી દઈએ કે, 31 ઓક્ટોબરનાં રોજ રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો - Surat : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાનાં 1 મહિના બાદ વધુ 3 ની ધરપકડ

Tags :
circuit houseDiwali 2024Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsIron ManKevadiaLatest News In GujaratiNarmadaNational Unity DayNews In Gujaratipm narendra modiSardar Vallabhbhai PatelStatue of Unity
Next Article