ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્ય સરકારના કર્મચારીઓને જલ્દી જ મળી શકે છે Good News!

Good News : ગુજરાત સરકારના કર્મચારીઓ (Gujarat government employees) માટે જલ્દી જ ખુશીના સમાચાર સામે આવી શકે છે. રાજ્ય સરકાર કર્મચારીઓના HRAમાં વધારો કરવાનું વિચારી રહી છે. આ પહેલા ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (dearness allowance) માં 4 ટકાનો વધારો...
05:55 PM Jul 10, 2024 IST | Hardik Shah
Good News for Gujarat government employees

Good News : ગુજરાત સરકારના કર્મચારીઓ (Gujarat government employees) માટે જલ્દી જ ખુશીના સમાચાર સામે આવી શકે છે. રાજ્ય સરકાર કર્મચારીઓના HRAમાં વધારો કરવાનું વિચારી રહી છે. આ પહેલા ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (dearness allowance) માં 4 ટકાનો વધારો કર્યો હતો.

ભૂપેન્દ્ર સરકાર કર્મચારીઓને વધુ એક ભેટ આપવાની તૈયારીમાં

રાજ્યની ભૂપેન્દ્ર સરકાર કર્મચારીઓને વધુ એક લાભ આપવાની તૈયારીઓ કરી રહી છે. ગત 4 જુલાઈ 2024ના રોજ રાજ્યની ભૂપેન્દ્ર સરકારે સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને વધુ એક ભેટ મળે એવી શક્યતા છે. રાજ્ય સરકાર કર્મચારીઓના વ્યાપક હિતમાં HRA માં વધારો કરવાનું વિચારી રહી છે.

ગુજરાત સરકારે 4 ટકા DA વધારો કર્યો હતો

ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી સામે રાહત આપવા માટે મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્મચારીઓના વ્યાપક હિતમાં લીધો હતો. આ વધારાનો લાભ રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય સરકારી સંસ્થાઓના કુલ 4.71 લાખ કર્મચારીઓને મળશે. આ ઉપરાંત, 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનર્સ)ને પણ આનો લાભ મળશે. આ DA વધારાથી કર્મચારીઓ અને પેન્શનર્સને મુખ્ય ખર્ચમાં રાહત મળશે, જેમ કે ખાવા, ઘર ભાડું અને પરિવહન. આ નિર્ણય ગુજરાત સરકારના કર્મચારીઓના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કર્મચારીઓને મળશે એરિયર્સ

1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ કર્મચારીઓને ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

મુખ્ય પોઈન્ટ્સ :

આ પણ વાંચો - Gujarat: મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો થશે વધારો, સરકારનો કર્મયોહી હિતકારી નિર્ણય

આ પણ વાંચો - Gandhinagar : રાજ્ય સ્વાગતમાં CM એ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી, અધિકારીઓને કરી ટકોર

Tags :
7th Pay CommissionBhupendra PatelCentral governmentCM Bhupendra PatelDADearness AllowanceDearness allowance hikeEmployees' welfareGood newsGujaratGujarat Chief Minister Bhupendra PatelGujarat FirstGujarat goverGujarat NewsGujarati NewsHRAHRA hikenment employeesState government employees
Next Article