Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલની અટકળો! શિંદે અને અજીત પવારના MLA કરી શકે છે બળવો

Maharashtra Politics : કેન્દ્રમાં ભલે NDA ની સરકાર (NDA Government) બની ગઇ હોય પણ મહારાષ્ટ્રના રાજકારણ (Politics of Maharashtra) માં આજે પણ ઉથલપાથલની અટકળો ચાલી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં આવેલા ખરાબ પરિણામો...
05:32 PM Jun 11, 2024 IST | Hardik Shah
Maharashtra Politics

Maharashtra Politics : કેન્દ્રમાં ભલે NDA ની સરકાર (NDA Government) બની ગઇ હોય પણ મહારાષ્ટ્રના રાજકારણ (Politics of Maharashtra) માં આજે પણ ઉથલપાથલની અટકળો ચાલી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં આવેલા ખરાબ પરિણામો (poor results) બાદ એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની NCP (Eknath Shinde group's Shiv Sena and Ajit Pawar's NCP) ના તમામ ધારાસભ્યો (MLAs) તૂટી શકે છે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) દાવો કર્યો છે કે, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, આ ધારાસભ્યો ઘરે પરત ફરવા માંગે છે.

લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર વિધાનસભાની ચૂંટણીમાં મળશે જોવા

મહારાષ્ટ્રના રાજકારણમાં કઇંક નવા જુની થાય તેની સંભાવના જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર હવે વિધાનસભા ચૂંટણી પર પણ જોવા મળશે. તેમણે કહ્યું કે, 'અમને વિશ્વાસ છે કે રાજ્યમાં શરદ પવારની એનસીપી, ઉદ્ધવની શિવસેના અને કોંગ્રેસની સરકારો પરત આવશે. છે. તેમણે આગળ કહ્યું કે, ચૂંટણી પરિણામોના વલણ બતાવે છે કે, મહાવિકાસ અઘાડીને રાજ્યની કુલ 150 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. વળી મહાયુતિને 130 બેઠકો પર જ લીડ મળી શકી. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે. લોકસભા ચૂંટણીના પરિણામોને જોતા કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની આશાઓ વધી ગઈ છે. કોંગ્રેસના નેતાએ આગળ કહ્યું કે, શિવસેના અને NCPથી અલગ થયેલા 40 ધારાસભ્યોને લાગે છે કે હવે મહાવિકાસ અઘાડી સત્તામાં આવશે. તેથી આ લોકો તેમના મૂળ પક્ષોમાં પાછા ફરવા માંગે છે. આ ધારાસભ્યો આ માટે વિનંતી કરી રહ્યા છે.

અજિત પવારે શરદ પવારના વખાણ કર્યા

શરદ પવારની NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પણ કહ્યું છે કે, કેટલાક ધારાસભ્યો સંપર્કમાં છે. એટલું જ નહીં, સૂત્રોનું કહેવું છે કે આવા કેટલાક ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણીમાં પણ મદદ કરી હતી. અજિત પવાર જૂથના ધારાસભ્યને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે કેન્દ્રીય એજન્સીઓથી બચવા માટે અહીં આવ્યા છીએ. ભાજપ હવે 2014 અને 2019ની જેમ શક્તિશાળી નથી. જો JDU અને TDP અલગ રસ્તો પસંદ કરશે તો આ સરકાર પણ પડી શકે છે. જણાવી દઈએ કે સોમવારે NCPના 25 વર્ષ પૂરા થવાના અવસરે ખુદ અજિત પવારે શરદ પવારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શરદ પવારે આ પાર્ટીની સ્થાપના 25 વર્ષ પહેલા કરી હતી. તેમણે કહ્યું કે શરદ પવાર હજુ પણ NCPના નેતા અને માર્ગદર્શક છે.

આ પણ વાંચો - Mohan Bhagwat : “1 વર્ષ પછી પણ મણિપુરમાં શાંતિ નથી તે દુ:ખદ..”

આ પણ વાંચો - 1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરુદ્ધ FIR નોંધાઈ…

Tags :
ajit pawarAjit Pawar NewsBJPCongresscongress newseknath shindeGujarat FirstINDIA allianceLok Sabha Election 2024Lok Sabha Election 2024 resultLok Sabha Election ResultLok-Sabha-electionmaharashtra newsmaharashtra politicsnational newsNDAShinde and Ajit Pawar's MLAsSpeculation of upheavalVijay Wadettiwar
Next Article