Landslide in Wayanad : જુઓ 50 મીટર દુરનો ખૌફનાક વીડિયો
Landslide in Wayanad : કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે 3 વખત ભૂસ્ખલન (Landslide) થતાં અત્યાર સુધી 43 લોકોના મોત થયા છે જ્યારે 4 ગામ તબાહ થઇ ગયા છે. . કાટમાળ નીચે 400 લોકો ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, આ ભૂસ્ખલન વાયનાડના મેપ્પડી પાસે થયું હતું. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ફાયર ફાયટર અને એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અને વીડિયોમાં ઘણા ઘરો અને વાહનો પણ આ પૂરની ઝપેટમાં આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ જશે તેવા સમાચાર આવી રહ્યા છે
પીએમ મોદીએ 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનને કટોકટીનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તેમજ ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
પ્રત્યક્ષદર્શીએ આ વાત કહી
Just 50 meters away from home 💔
A few neighbors are missing.. 😭 Visuals from Vilangad (Kozhikode District, Kerala).
Fire force and police are unable to reach the location due to heavy rain and landslide. The entire area is isolated.#KeralaRains @AsianetNewsML… pic.twitter.com/roxjsj4tbs
— AB George (@AbGeorge_) July 30, 2024
વાયનાડના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનથી માત્ર 50 મીટર દૂર રહેતા એબી જ્યોર્જે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરીને આ ઘટના અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું ભારે વરસાદને કારણે ફાયર ફોર્સ કે પોલીસ આ વિસ્તારમાં પહોંચી શકી નથી.
પીએમ મોદીએ દરેક સંભવ પ્રયાસ કરવાની ખાતરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલન અંગે કેરળના સીએમ પિનરાઈ વિજયન સાથે પણ વાત કરી છે. તેમણે કેન્દ્ર તરફથી દરેક સંભવિત પ્રયાસની ખાતરી પણ આપી છે. તેમણે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી સાથે પણ વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી હતી. વડા પ્રધાને ભાજપના પ્રમુખ જેપી નડ્ડા સાથે પણ વાત કરી અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું કે ભાજપના કાર્યકરો રાહત પ્રયાસોમાં તમામ શક્ય મદદ પૂરી પાડે.
કેરળના મુખ્યમંત્રીએ આ વાત કહી
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને મંગળવારે જણાવ્યું હતું કે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પાડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં થયેલા મોટા ભૂસ્ખલનના પગલે તમામ સરકારી એજન્સીઓ શોધ અને બચાવ કામગીરીમાં જોડાઈ છે, જેમાં સેંકડો લોકો ફસાયા હોવાની શક્યતા છે.
રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો
રાહુલ ગાંધીએ વાયનાડમાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારમાં થયેલા મોટા ભૂસ્ખલન અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. એક્સ પરની એક પોસ્ટમાં તેણે લખ્યું, "વાયનાડમાં મેપ્પડી પાસે થયેલા મોટા ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. મને આશા છે કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. મેં કેરળના મુખ્ય પ્રધાન અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને ખાતરી આપી છે. મેં તેમને તમામ એજન્સીઓ સાથે સંકલન સુનિશ્ચિત કરવા કહ્યું છે. રાહત પ્રયાસો માટે જરૂરી કોઈપણ સહાય વિશે કેન્દ્રીય મંત્રીઓને હું વિનંતી કરીશ કે તેઓ વાયનાડ પ્રશાસનને બચાવ અને રાહત કામગીરીમાં તમામ શક્ય સહાય પ્રદાન કરે.
કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમ વાયનાડ જવા રવાના થઈ.
KSDMAની ફેસબુક પોસ્ટ અનુસાર, કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમોને પણ બચાવ કાર્યમાં મદદ કરવા માટે વાયનાડ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. સતત ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.
આ પણ વાંચો----Wayanad : ભારે વરસાદથી ભૂસ્ખલન, 5ના મોત, 100થી વધુ ફસાયા