Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shocking News : રાજસ્થાનના કોટામાં અત્યાર સુધી 18 વિદ્યાર્થીઓની આત્મહત્યા..!

મેડિકલ એન્ડ એન્જિનીયરીંગ અભ્યાસક્રમો માટે ટ્રેનીંગનું હબ ગણાતા રાજસ્થાન( Rajasthan)ના કોટા ( Kota) શહેરમાં આ વર્ષે 18 વિદ્યાર્થીઓ (student)એ આત્મહત્યા (suicide) કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તાજેતરમાં ભાર્ગવ મિશ્રા નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં આત્મહત્યાનો આંકડો 18 પર પહોંચ્યો...
shocking news   રાજસ્થાનના કોટામાં અત્યાર સુધી 18 વિદ્યાર્થીઓની આત્મહત્યા
મેડિકલ એન્ડ એન્જિનીયરીંગ અભ્યાસક્રમો માટે ટ્રેનીંગનું હબ ગણાતા રાજસ્થાન( Rajasthan)ના કોટા ( Kota) શહેરમાં આ વર્ષે 18 વિદ્યાર્થીઓ (student)એ આત્મહત્યા (suicide) કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તાજેતરમાં ભાર્ગવ મિશ્રા નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં આત્મહત્યાનો આંકડો 18 પર પહોંચ્યો છે.
વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે
મેડિકલ એન્ડ એન્જિનીયરીંગ કોલેજોની ફેક્ટરી ગણાતા કોટા શહેરમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ ડોક્ટર અને એન્જિનીયર બનવાના સપના લઇને આવતા હોય છે અને તેમની પર વાલીઓની અપેક્ષાનો બોજ તથા એકલા રહેવાનું અને કઠીન ગણાતી પરીક્ષા ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસની વચ્ચે જ નિરાશ કરી દે છે અને તેઓ આત્મહત્યા કરી લે છે. આ કારણોસર વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે.
આ રહ્યા ચોંકાવનારા આંકડા
2023ના વર્ષમાં કોટામાં 18 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે જ્યારે 2022માં 15 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ડિસેમ્બર, 2022માં તો એક જ દિવસમાં 3 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. ઉપરાંત 2021માં 9 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. 2018માં 12 અને 2017માં 10 વિદ્યાર્થીએ સ્યુસાઇડ કર્યું હતું.
કોટામાં 2 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે તો આંકડો ડરામણો લાગી રહ્યો છે. વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવા માટે કોચીંગ ઇન્સ્ટીટયુટ દ્વારા સમયાંતરે મોટિવેશનલ કાર્યક્રમ પણ આયોજીત થાય છે. કોટા પોલીસ દ્વારા એક સ્ટુડન્ટ સેલ પણ ચલાવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પાસે જઇને કોઇ પણ પ્રકારની હેલ્પ માટે કોલ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. જો કે આમ છતાં કોટા શહેરમાં અભ્યાસ કરતા 2 લાખ વિદ્યાર્થીઓમાં ક્યો વિદ્યાર્થી તણાવગ્રસ્ત કે ડિપ્રેશનમાં છે તે જાણી શકાતું નથી.
Advertisement
Tags :
Advertisement

.