Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SL vs BAN : બાંગ્લાદેશની શાનદાર જીત, શ્રીલંકાને ટૂર્નામેન્ટમાંથી કરી OUT

ICC ODI World Cup 2023 ની 38 મી મેચ 6 નવેમ્બર એટલે કે સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ. સતત 6 મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી બાંગ્લાદેશની ટીમે આજે શ્રીલંકા સામે શાનદાર જીત નોંધાવી છે. જીહા, બાંગ્લાદેશની ટીમે 3...
10:07 PM Nov 06, 2023 IST | Hardik Shah

ICC ODI World Cup 2023 ની 38 મી મેચ 6 નવેમ્બર એટલે કે સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ. સતત 6 મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી બાંગ્લાદેશની ટીમે આજે શ્રીલંકા સામે શાનદાર જીત નોંધાવી છે. જીહા, બાંગ્લાદેશની ટીમે 3 વિકેટે જીત મેળવી છે. જણાવી દઇએ કે, આજની મેચ પહેલા શ્રીલંકાની ટોપ ફોરમાં પહોંચવાની આશા બાકી હતી. પણ હવે તેના પર પણ બાંગ્લાદેશની ટીમે પાણી ફેરવી દીધું છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

શ્રીલંકા વર્લ્ડ કપ 2023 માંથી Out

વર્લ્ડ કપની 38 મી મેચમાં બાંગ્લાદેશની ટીમે શાનદાર જીત નોંધાવી છે. બાંગ્લાદેશની ટીમ પહેલાથી જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે જ્યારે શ્રીલંકાની ટીમ માટે આ મેચ સેમીફાઈનલની કોઈ પણ તકને જીવંત રાખવા માટે 'કરો યા મરો'ની રહેવાની હતી. શ્રીલંકા ક્રિકેટ ટીમે 7માંથી 2 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ પહેલા શ્રીલંકાની ટીમ ટેબલમાં 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને હતી અને બાંગ્લાદેશે 7માંથી 1 મેચ જીતી હતી, અને તે 9માં નંબર પર હતી. જેમા હવે ફેરફાર થયો છે. જીહા, હવે બાંગ્લાદેશની ટીમ આજની જીત બાદ શ્રીલંકાની જગ્યાએ 7માં ક્રમે આવી ગઇ છે જ્યારે શ્રીલંકાની ટીમ 8માં ક્રમે પહોંચી ગઇ છે.

બાંગ્લાદેશે વર્લ્ડ કપમાં પ્રથમ વખત શ્રીલંકાને આપી માત

જણાવી દઇએ કે, બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા 49.3 ઓવરમાં 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, બાંગ્લાદેશને જીતવા માટે 280 રનનો ટાર્ગેટ હતો જે બાંગ્લાદેશે 53 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આ મેચ ઐતિહાસિક છે કારણ કે આ મેચમાં એન્જેલો મેથ્યુસના રૂપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ વિકેટ ટાઈમ આઉટ થવાના કારણે પડી હતી. શ્રીલંકા સામે બાંગ્લાદેશની આ પ્રથમ વર્લ્ડ કપ જીત છે.

શું થયું એન્જેલો મેથ્યુસ સાથે ?

એન્જેલો મેથ્યુસનો આઉટ થવાની ઘટના ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ હતી, તે ટાઈમ આઉટના નિયમ હેઠળ કોઈ પણ બોલ રમ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ચાર વિકેટ પડી ગયા બાદ તે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે 1 મિનિટ 50 સેકન્ડમાં બેટિંગ કરવા માટે તૈયાર હતો, તમને જણાવી દઈએ કે નિયમ હેઠળ નવા બેટ્સમેને 2 મિનિટની અંદર બોલ રમવા માટે તૈયાર રહેવું પડે છે. પરંતુ 1 મિનિટ 50 સેકન્ડમાં તૈયાર થયા બાદ તેનો હેલમેટનો પટ્ટો તૂટી ગયો, ત્યારબાદ તેણે બીજું હેલ્મેટ માંગ્યું જેના કારણે સમય વધી ગયો. શાકિબ અલ હસને આઉટ માટે અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ આપવો પડ્યો.

આ પણ વાંચો - Time Out Controversy : ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ખેલાડી સાથે પણ થઇ ચુક્યું છે કઇંક આવું

આ પણ વાંચો - Timed Out : World Cup માં બવાલી વિકેટ…, આ ખેલાડી ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત થયો ‘ટાઈમ આઉટ’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ICCICC ODI World CupICC ODI World Cup 2023ODI World CupODI World Cup 2023Shakib-al-HasanSL vs BANWorld Cupworld cup 2023
Next Article