Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેજિટેરિયન પરિવાર માટે ચોંકાવનારા સમાચાર! શાકાહારી પરિવારે ઓર્ડર કર્યો વેજ, પીરસાયું નોનવેજ

Served Non Veg : તમે ઘણીવાર સાંભળ્યું હશે કે હોટલ કે રેસ્ટોરન્ટના ભોજન (Restaurant Food) માં કીડા કે વંદા મળી જાય છે, પણ હવે તો હદ જ થઇ ગઇ છે. શાકાહારી ભોજન (Vegetarian food) ની માંગ કરતા પરિવારને માસાહારી એટલે...
વેજિટેરિયન પરિવાર માટે ચોંકાવનારા સમાચાર  શાકાહારી પરિવારે ઓર્ડર કર્યો વેજ  પીરસાયું નોનવેજ

Served Non Veg : તમે ઘણીવાર સાંભળ્યું હશે કે હોટલ કે રેસ્ટોરન્ટના ભોજન (Restaurant Food) માં કીડા કે વંદા મળી જાય છે, પણ હવે તો હદ જ થઇ ગઇ છે. શાકાહારી ભોજન (Vegetarian food) ની માંગ કરતા પરિવારને માસાહારી એટલે કે Non-Veg ખોરાક પીરસવામાં આવ્યો હતો. તેટલું જ નહીં આ ભૂલને મેનેજમેન્ટ (Management) દ્વારા સામાન્ય ગણવામાં આવી હતી. જે વેજિટેરિયન પરિવાર (Vegetarian Family) માટે વધુ દુઃખનું કારણ બન્યું હતું. આવી એક નહીં પણ બે બે ઘટનાઓ તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આ ઘટના બે અલગ અલગ જગ્યાની છે. આવો વિસ્તારથી જાણીએ...

Advertisement

ઓર્ડર કર્યો વેજ, પીરસાયું નોનવેજ

તમે પરિવાર સાથે બહાર જમવા જાઓ છો અને ભોજનમાં તમે શુદ્ધ શાકાહારી ભોજનનો ઓર્ડર કરો છો, તમે કરેલા શાકાહારી ઓર્ડરની જગ્યાએ માસાહારી ભોજન એટલે કે નોનવેજની ડીસ તમારી સામે મુકી દેવામાં આવે ત્યારે તમે શું કરશું આવું જ કઇંક અમદાવાદની બે અલગ અલગ જગ્યાએ થયું છે. જીહા, અમદાવાદના પ્રખ્યાત ક્લબ ઓ-7 સ્થિત અને વ્યાનધમ ગ્રુપ દ્વારા સંચાલિત ક્યુબ લોન્જ દ્વારા નોનવેજ ખોરાક પીરસવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, ગત મહિનાની 7 તારીખે ગૌરાંગ રાવલ તેમના બહેન અને બનેવી સાથે ક્લબ ઓ-7માં આવેલી ક્યુબ લોન્જમાં જમવા લઇ ગયા હતા. જ્યાં તેમણે વેજ મખ્ખનવાલા શાક ઓર્ડર કર્યું હતું પણ તેઓને મુર્ગ મખ્ખનવાલા (નોનવેજ) પીરસાયું હતું. ગૌરાંગ રાવલ દ્વારા જ્યારે વેઈટરને પૂછવામાં આવ્યું હતું કે, પીરસાયેલી ડીશ વેજ મખ્ખનવાલા છે ત્યારે વેઈટર દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે જે તેમને પીરસાઈ રહ્યું છે તે વેજિટેરિયન મખ્ખનવાલા જ છે. વેઈટર દ્વારા આશ્વાસન આપ્યા બાદ જયારે જમવાનું આરોગવામાં આવ્યું ત્યારે પરિવારને શંકા થતા તેમણે રેસ્ટોરન્ટના શેફને હાજર થવા કહ્યું. રેસ્ટોરન્ટના શેફ દ્વારા જણાવવામાં આવ્યું કે, પરિવારે આરોગેલું ખાવાનું માંસાહારી છે.

બ્રહ્મ પરિવાર ઘટનાથી આઘાતમાં

સંપૂર્ણ શાકાહારી બ્રહ્મ પરિવાર આ ઘટનાથી આઘાત પામ્યો હતો અને તાત્કાલિક ક્ષણે આ બાબત ગૌરાંગ રાવલે મેનેજમેન્ટને જણાવી હતી, પરંતુ મેનેજમેન્ટ આ બાબત ખુબ જ સામાન્ય ગણાવી હતી. મેનેજમેન્ટ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી ન લેતા અને કોઈ જ કાર્યવાહી ન કરતા, ધાર્મિક સંવેદનાનું અપમાન કરવા, માનસિક ઉત્પીડન તેમજ તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવા બાદલ ગૌરાંગ રાવલે તેમના વકીલ કુંતલભાઈ જોશી મારફતે કાનૂની નોટિસ પાઠવી હતી. આ કાનૂની નોટિસને પણ મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી ન હતી અને નોટિસ મળ્યાના 20 દિવસ પછી પણ કોઈ જ પ્રત્યુત્તર ન મળતા ગૌરાંગ રાવલ દ્વારા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

વેજના બદલે નોન વેજ બર્ગર પીરસવામાં આવ્યું

આવી જ એક અન્ય ઘટના પણ અમદાવાદમાં જ બની છે. જ્યા શહેરના એક જાણીતા કાફેમાં વેજના બદલે નોન વેજ બર્ગર અપાતા હોબાળો મચ્યો હતો. જણાવી દઇએ કે, ગુલબાઈ ટેકરા પાસે આવેલી મોચા કાફેમાં આ પ્રકારની ઘટના બની હતી. જ્યા રૂચિતા શાહ, વેલા પંડ્યા અને આરજવી શાહ (હિન્દુ પરિવારે) વેજ બર્ગરનો આર્ડર આપ્યો હતો જેની જગ્યાએ તેમને નોનવેજ બર્ગર આપવામાં આવ્યો હતો. આ મામલે જ્યારે ગ્રાહકે કાફેના મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. પરંતુ ત્યા તેમની વાતને સાંભળવામાં ન આવી. જે બાદ ગ્રાહકે આ સમગ્ર મામલો AMC ને જણાવ્યો અને આ અંગે ફરિયાદ કરી છે.

Advertisement

આ પણ વાંચો - હિંમતનગરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી નોનવેજની હાટડીઓ બંધ કરાવવા માંગ

આ પણ વાંચો - Loksabha Elections 2024 – તેજસ્વી યાદવે સંઘર્ષને આમંત્રણ આપ્યું

Tags :
Advertisement

.