Shameful : World Cup ટ્રોફીનું આવું અપમાન તો કોઇએ નહીં કર્યું હોય!
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રમાઈ જેમા કાગારૂં ટીમે જીત મેળવી હતી. જીત બાદ હવે કાગારૂંઓ ખૂબ જ ખુશ છે અને જશ્નમાં મશગૂલ છે. પણ આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમા ઓસ્ટ્રેલિયાનો ખેલાડી Michelle Marsh વર્લ્ડ કપ ટ્રોફી ઉપર પગ મુકીને સોફા પર બેઠેલો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
મિશેલ માર્શની ખરાબ હરકત
ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ 2023ની વિજેતા બની છે. ફાઈનલ મેચમાં તેનો મુકાબલો યજમાન દેશ ભારત સામે થયો હતો. અહીં શાનદાર પ્રદર્શન કરીને કાંગારૂ ટીમ છઠ્ઠી વખત પ્રતિષ્ઠિત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. ટૂર્નામેન્ટમાં સફળતાનો આનંદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યો હતો. જોકે, મેચ દરમિયાનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેની ચાહકો આકરી ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં ફાઇનલ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની ઉજવણી માત્ર મેદાન પર જ અટકી ન હતી. તેમણે ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી સાથે જીતની મજા પણ માણી હતી. પેટ કમિન્સે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ સમયગાળા દરમિયાનની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. કમિન્સના ઇન્સ્ટાગ્રામ પર એક જગ્યાએ, મિશેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકતો જોવા મળે છે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં નારાજગી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેની આકરી ટીકા કરી રહ્યા છે.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023
મિશેલ માર્શેની આ હરકતથી ચાહકો ગુસ્સે
ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયન ટીમ એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. વર્લ્ડ કપ 2023 ટ્રોફી જીત્યા બાદ મિશેલ માર્શનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને આરામ કરી રહ્યો છે. તેની આ હરકતથી તેના ચાહકો ગુસ્સે થઈ ગયા હતા અને તેને ઉગ્ર ઝાટકણી કાઢી હતી.
આ પણ વાંચો - World Cup 2023 Prize Money : ઓસ્ટ્રેલિયાને મળ્યા 33 કરોડ રૂપિયા, ભારતે આટલા પૈસાથી માનવો પડ્યો સંતોષ
આ પણ વાંચો - સૌથી સફળ બોલર Shami ને કેમ અંતિમ સમયે આપવામાં ન આવી ઓવર? શું રોહિતનો આ નિર્ણય ટીમની હારનું બન્યું કારણ ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ