ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપના વરિષ્ઠ નેતા L K Advani ને એકવાર ફરી કરાયા Hospitalized

L K Advani Health : ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની એકવાર ફરી તબિયત (Health) ખરાબ થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીની મથુરા રોડ પર આવેલી એપોલો હોસ્પિટલ (Apollo Hospital ) માં દાખલ...
11:10 PM Jul 03, 2024 IST | Hardik Shah
Advani Health News

L K Advani Health : ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની એકવાર ફરી તબિયત (Health) ખરાબ થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીની મથુરા રોડ પર આવેલી એપોલો હોસ્પિટલ (Apollo Hospital ) માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, લાલકૃષ્ણ અડવાણી (LK Advani) ને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે.

અડવાણીને કેમ દાખલ કરાયા 

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 96 વર્ષના થયા છે. તેઓ તાજેતરમાં વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા 26 જૂને પણ લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડવાને કારણે મોડી રાત્રે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. લાલ કૃષ્ણ અડવાણીની યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીન સહિતના વિવિધ નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે, બીજા દિવસે 27 જૂને તેમને AIIMS માંથી રજા આપવામાં આવી હતી. AIIMS હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માર્ચમાં ભારત રત્ન એવોર્ડ મળ્યો

આ વર્ષે માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી નવાજ્યા હતા. 1927માં કરાચીમાં જન્મેલા અડવાણીનો પરિવાર ભાગલા પછી 1947માં ભારત આવ્યો હતો. અડવાણી (96) જૂન 2002 થી મે 2004 સુધી નાયબ વડા પ્રધાન અને ઓક્ટોબર 1999 થી મે 2004 સુધી કેન્દ્રીય ગૃહ પ્રધાન રહ્યા હતા. તેઓ 1986 થી 1990, 1993 થી 1998 અને 2004 થી 2005 સુધી ઘણી વખત ભાજપના અધ્યક્ષ રહ્યા હતા.

આ પણ વાંચો - BJP ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની AIIMS માં દાખલ કરાયા…

આ પણ વાંચો - Bharat Ratna: પોતાના નિવાસ સ્થાને લાલકૃષ્ણ અડવાણીનું ભારત રત્નથી સન્માન, PM Modi પણ રહ્યાં હાજર

Tags :
AdvaniAdvani HealthAdvani Health NewsAge-related illnessAIIMSApollo HospitalBharat RatnaBJPCardiologyconditionDelhiFormer Deputy Prime MinisterGujarat FirstHardik Shahhealthhealth deterioratedHospitalizedL K AdvaniL K Advani HealthLal Krishna AdvaniLal Krishna advani admitted AIIMSLK Advani admitted to Apollo HospitalLK Advani Apollo HospitalLK Advani health deterioratedMedical Examinationold age related diseasesSenior BJP leader Ex DyPM Lal Krishna advanisenior BJP leader Lal Krishna AdvaniSenior LeaderTreatmentUrology
Next Article