પ્રેમ સંબંધમાં લગ્ન માટે ના પાડવી એ છેતરપિંડી કે ગુનાહિત કૃત્ય નથી: Supreme Court
- ધારા 417, 306 અને 376 હેઠળ દોષી ગણવામાં આવ્યો
- કેસમાં આરોપી અને યુવતી છેલ્લા 8 વર્ષથી પ્રેમ કરતા હતા
- ઘરેલું જીવનમાં વિખવાદ અને મતભેદ સમાજમાં સામાન્ય છે
Refusal to marry isn’t an abetment : Supreme Court એ તાજેતરમાં એક ચોંકાવનારા નિર્ણય ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણયમાં Supreme Court એ નીચલી કોર્ટને ફટકાર લગાવી છે. ગઈકાલે Supreme Courtમાં આત્મહત્યાના કેસમાં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે Supreme Court એ જણાવ્યું છે કે, સામાન્ય રીતે તૂટેલા સંબંધો દુ:ખ વધુ પહોંચાડે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સંબંધ તોડે છે, તો તે આત્મહત્ય કરવા માટે કોઈ વ્યક્તિને ઉશ્કેરી હોય. તે સાબિત થતું નથી. આ નિર્ણય સર્વોચ્ય કોર્ટમાં ન્યાયાધીશ પંકજ મિથલ અને ન્યાયાધિશ ઉજ્જવવલ ભુઈયાંએ જાહેર કર્યો છે.
ધારા 417, 306 અને 376 હેઠળ દોષી ગણવામાં આવ્યો
Supreme Courtમાં આત્મહત્યા સાથે જોડાયેલા એક કેમાં Karnataka High Court એના નિર્ણયને અમાન્ય ગણાવ્યો છે. કારણ કે... કર્ણાટક કોર્ટ દ્વારા કમરુદ્દીન દસ્તગીરને આઈપીસી અંતર્ગત છેતરપિંડી અને આત્મહત્યાના કેસમાં દોષી ગણવામાં આવ્યા હતા. તો Karnataka High Court એ જણાવ્યું હતું કે, આ તૂટેલા સંબંધનો મામલો છે, નહીં કે ગુનાહિત કૃત્યનો. તો આરોપી ઉપર ધારા 417, 306 અને 376 હેઠળ દોષી ગણવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. જ્યારે કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારની અપીલ પર તેને છેતરપિંડી અને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષી ઠેરવ્યો અને તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારી.
આ પણ વાંચો: Bombay High Court : સગીર પત્ની સાથે સંમતિથી સેક્સ પણ રેપ...
Refusal to marry doesn't amount to abetment of suicide: Supreme Court
Read more: https://t.co/Iivj2kLMiL pic.twitter.com/gUllVjsWoa
— Bar and Bench (@barandbench) November 29, 2024
કેસમાં આરોપી અને યુવતી છેલ્લા 8 વર્ષથી પ્રેમ કરતા હતા
તે ઉપરાંત Karnataka High Court એ તેના પર 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જોકે આ કેસમાં આરોપી અને યુવતી છેલ્લા 8 વર્ષથી પ્રેમ કરતા હતા. પરંતુ અમુક કારણોસર આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે યુવતીની માતાએ યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જોકે આ યુવતીએ વર્ષ 2007 માં આત્મહત્યા કરી હતી. જોકે આ આરોપીએ યુવતી સાથે ક્યારે પણ શારીરિક સંબંધ કેળવ્યા નહતો. અને યુવતીને ક્યારે પણ આત્મહત્યા માટે પ્રોત્સાહિત કરી નહતી.
ઘરેલું જીવનમાં વિખવાદ અને મતભેદ સમાજમાં સામાન્ય છે
તેથી Karnataka High Court દ્વારા જે નિર્ણય જાહેર કરીને આરોપીને જેલની સજા ફટાકરવામાં આવી છે. તે તદ્દન અયોગ્ય છે. તે ઉપરાંત Supreme Court એ જણાવ્યું છે કે, ક્રૂરતાના કારણે પીડિતા આત્મહત્યા કરી લે તેવા કેસમાં પણ અદાલતોએ હંમેશા સ્વીકાર્યું છે કે ઘરેલું જીવનમાં વિખવાદ અને મતભેદ સમાજમાં સામાન્ય છે અને આવા ગુના થવા પાછળનુ કારણ અનેકવાર પીડિતાની માનસિક સ્થિતિ હોય છે. જ્યાં સુધી આરોપીનો ગુનાહિત ઈરાદો સ્થાપિત ન થાય ત્યાં સુધી તેમને આઈપીસીની કલમ 306 હેઠળ દોષિત ઠેરવવો શક્ય નથી.
આ પણ વાંચો: Madras High Court : ભારત માતાનું અપમાન ક્યારેય બર્દાશ્ત નહી કરાય