ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Alert : બપોરે 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ

Weather Alert : રાજ્યમાં આગાહી મુજબ જ આજે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તથા વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ...
11:28 AM Jul 24, 2024 IST | Vipul Pandya
Weather Alert IN Gujarat,

Weather Alert : રાજ્યમાં આગાહી મુજબ જ આજે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તથા વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ (Weather Alert ) જાહેર કર્યું છે.

11 જિલ્લામાં 1 વાગ્યા સુધીનું રેડ એલર્ટ

હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લામાં 1 વાગ્યા સુધીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં જામનગર, રાજકોટ અને પોરબંદરમાં રેડ એલર્ટ ઈસ્યુ કરાયું છે

રેડ એલર્ટ જાહેર

ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે તો સાથે સુરત, નવસારી, તાપી અને ડાંગમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

યલો એલર્ટ જાહેર

ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

સર્વત્ર વરસાદ

બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ હાલ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લામાં પણ પાંચેય તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે. વડોદરા શહેરમાં પણ મેઘરાજાએ સવારથી જમાવટ કરી છે અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.

ગુજરાતમાં એલર્ટ વચ્ચે વરસાદનું જોર વધ્યું

સુરતમાં પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ગોંડલમાં પણ સવારથી સારો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં એલર્ટ વચ્ચે વરસાદનું જોર વધ્યું છે

છેલ્લા 4 કલાકમાં 157 તાલુકામાં વરસાદ

છેલ્લા 4 કલાકમાં 157 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદઅને ભરૂચમાં 4 કલાકમાં સવા 6 ઈંચ વરસાદ પડ્યો છે. અંકલેશ્વર અને હાંસોટમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. તિલકવાડા, નાંદોદમાં સાડા 3 ઈંચ વરસાદ અને
જોડિયા, વાલિયા, માંગરોળમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. મહુવા, બગસરા, નસવાડીમાં અઢી ઈંચ વરસાદ અને ઉમરપાડા, નેત્રંગ, લાખણી, ડેડિયાપાડામાં 2-2 ઈંચ પડ્યો છે. વાલોડ, કુકરમુંડા, બારડોલી, નવસારીમાં પોણા 2 ઈંચ તથા ગરુડેશ્વર, રાણાવાવ, સિનોરમાં દોઢ ઈંચ તથા સાગબારા, સોનગઢ, પલસાણામાં દોઢ ઈંચ, દિયોદર, કાંકરેજ, વાગરા, માંડવીમાં દોઢ ઈંચ, કામરેજ, લોધિકા, જામજોધપુરમાં દોઢ ઈંચ વરસાદ઼ અને વ્યારા, કુંકાવાવ, પોરબંદર, જલાલપોરમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે સુરત શહેર અને ગોંડલમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો-----Rain : છેલ્લા 2 કલાકમાં 120 તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ

Tags :
Central GujaratforecastGujaratheavy rainMeteorological DepartmentMonsoonMONSOON 2024RainRain 2024SaurashtraSouth GujaratwarningWeatherWeather Alert
Next Article