Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જારી, અવિતર વરસાદને પગલે પાણી ભરાયા

CENTRAL GUJARAT : હાલ મધ્ય ગુજરાત (CENTRAL GUJARAT) થી લઇને રાજ્યભરમાં મેઘમહેર જારી છે. વડોદરામાં ગત સાંજથી મેઘમહેર વરસી રહી છે. તો સાવલી, ગોધરા, નડીયાદમાં પણ મેઘમહેર વરસી છે. વરસાદ વરસતા જ લોકોને ગરમીથી રાહત મળી છે. અને જળાશયોમાં નવા...
મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જારી  અવિતર વરસાદને પગલે પાણી ભરાયા

CENTRAL GUJARAT : હાલ મધ્ય ગુજરાત (CENTRAL GUJARAT) થી લઇને રાજ્યભરમાં મેઘમહેર જારી છે. વડોદરામાં ગત સાંજથી મેઘમહેર વરસી રહી છે. તો સાવલી, ગોધરા, નડીયાદમાં પણ મેઘમહેર વરસી છે. વરસાદ વરસતા જ લોકોને ગરમીથી રાહત મળી છે. અને જળાશયોમાં નવા નીર આવવા પામ્યા છે. તો બીજી તરફ પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી અંગે કરવામાં આવેલા દાવાઓ ઉઘાડા પડી જવા પામ્યા છે. કેટલાક વિસ્તારોમાં દુકાનમાં પાણી ભરાઇ જવાની તૈયારી છે, તો ક્યાંક લોકોએ ઢીંચણ સમા પાણીમાં થઇને અવર-જવર કરવી પડે તેમ છે.

Advertisement

પાણી ભરાઇ જતા અલકાપુરી ગરનાળુ બંધ કરવું પડ્યું

વડોદરામાં ગત મોડી સાંજ બાદથી વરસાદ વરસી રહ્યો છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ પાણી ભરાઇ જતા અલકાપુરી ગરનાળુ બંધ કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. રાવપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસવાની તૈયારીમાં છે. જેને લઇને તંત્ર એલર્ટ પર છે. અને લોકોની સમસ્યા સત્વરે દુર થાય તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સ્થિતી પર નજર રાખી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે.

Advertisement

ગોધરા-દાહોદ હાઇવે પર પાણી આવી જતા ટ્રાફીક જામ

તો બીજી તરફ ગોધરામાં 2 કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. મોરવા હડફમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેસરમાં 4 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાવવા પામ્યો છે. ગોધરામાં અવિરત વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પાણી ભરાતા સામાન્ય જનજીવન ખોરવાયું છે. ગોધરા-દાહોદ હાઇવે પર પાણી આવી જતા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાઇવે પર મુન લાઇટ સિનેમા આગળ ઢીંચણસમા પાણી ભરાતા હાલ લોકોની હાલાકીનો અંત જણાતો નથી.

આ પણ વાંચો -- VADODARA : સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક વધી

Advertisement

Tags :
Advertisement

.