Khyati Hospital સરકારી યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે : શક્તિસિંહ ગોહિલ
- Khyati Hospital માં મોતનાં ખેલ મુદ્દે કોંગ્રેસનાં પ્રહાર
- પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ
- ખ્યાતિ હોસ્પિટલ યોજનાનાં નામે કૌભાંડ કરવા કુખ્યાત : ગોહિલ
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં કોંગ્રેસ (Congress) પણ મેદાને આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિ હોસ્પિટલ સામે અનેક સવાલ ઉઠાવ્યા છે અને સાથે ગંભીર આક્ષેપ પણ કર્યા છે. શક્તિસિંહે ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે. વર્ષ 2022માં પણ 3 દર્દીને સ્ટેન્ટ મૂકતા એકનું મોત થયું હતું.
આ પણ વાંચો - Khyati Hospital નાં ફ્રી મેડિકલ કેમ્પમાં મોટું કારસ્તાન! 65 વર્ષીય શખ્સે કહ્યું કે, મને આંખમાં તકલીફ હતી અને..!
Ahmedabad Khyati Hospital Khyati Hospital કાંડ બાદ Doctor નો ઉડાવ જવાબ | GujaratFirst #Ahmedabad #KhyatiHospital #HospitalScandal #DoctorResponse #GujaratFirst pic.twitter.com/1I8BvXs2rR
— Gujarat First (@GujaratFirst) November 12, 2024
ખ્યાતિ હોસ્પિટલ સામે શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) વિવાદ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આરોપ સાથે લખ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ યોજનાના નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે. વર્ષ 2022 માં પણ 3 દર્દીને સ્ટેન્ટ મૂકતા એકનું મોત નીપજ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, વર્ષ 2022 માં જો સરકારે કાર્યવાહી કરી હોત તો આજે નિર્દોષ લોકો બચી ગયા હોત. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પીડિત પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો - કીડા-મકોડા જેવી પ્રજાને મરવા માટે મુકી આરોગ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
કડીના 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરતા બેના મૃત્યુ , 5 દર્દી ICUમાં હોવાના દુઃખદ સમાચાર છે . કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી અને તેમાના 2…
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) November 12, 2024
ખ્યાતિ હોસ્પિટલ સામે આ છે ગંભીર આરોપ
જણાવી દઈએ કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) સામે આરોપ છે કે, મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકાનાં બોરીસણા (Borisana) ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજયા બાદ 19 જેટલા લોકોને વધુ સારવાર માટે અમદાવાદ બોલાવ્યા હતા. ત્યાર બાદ 19 જેટલા દર્દીઓની તેમની અને તેમના પરિવારજનોની જાણ બહાર એન્જિયોગ્રાફી (Angiography) કરવામાં આવી હતી. જે પૈકી બે દર્દીઓનાં મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ પીડિત પરિવાર અને ગ્રામજનો દ્વારા હોસ્પિટલમાં ભારે હોબાળો કરી તોડફોડ કરવામાં આવી હતી. ગ્રામજનોએ હોસ્પિટલ સામે આયુષ્યમાન કાર્ડમાંથી (Ayushman Card) ખોટી રીતે રૂપિયા ખંખેર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ હોસ્પિટલ સંચાલક અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
આ પણ વાંચો - Khyati Hospital : ગ્રામજનોમાં રોષ, પૂર્વ DyCM નીતિન પટેલ હોસ્પિટલ પહોંચ્યા, બેઠકોનો દોર શરૂ!